________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૪૫) જે સાંભળવામાં આવે છે, તે સર્વ હારી પરિણતિ (વિભૂતિ) છે. વળી તે બ્રહ્મપુત્રી? પશુ સમાન પુરૂષે હારી ઉપર અત્યંત વિરક્ત થઈ આલાકમાં જ માત્ર મહિમાને પ્રગટ કરનાર લક્ષમીને ધારણ કરે, પરંતુ સમગ્ર વિદ્વાન વર્ગ સ્વર્ગ અને મોક્ષસુખ આપનાર એક લ્હારા વિના બીજા કોઈને હૃદયમાં ધારણ કરતા નથી, એ પ્રમાણે દેવબોધિ સરસ્વતીની સ્તુતિ કરી પ્રાર્થના કરવા લાગ્યો. હે જનની? વિદ્યા, ભુતિ અને મુકિત હુને તું આપ. કલ્પવૃક્ષના મહિમા સમાન હારા વરદાન વડે હારૂં ધારેલું કાર્ય સિદ્ધ થાઓ એ પ્રમાણે દેવધિને કહી સરસ્વતી દેવી અદશ્ય થઈ ગઈ. બાદ દેવીના પ્રસાદથી દેવબોધિ તત્કાલ વેદ વિદ્યામાં કુશલ થયો. દેહદ (સ્ત્રીના પાદસ્પર્શ) થી સમયવિના પણ વૃક્ષ શું ફલતા નથી ? એમ ત્રણે લોકને આનંદ આપનાર બીજી પણ ઉત્તમ કલાઓને શુકલપક્ષના ચંદ્રની માફક દેવબોધિએ ગ્રહણ કરી. તેવામાં લોકોના મુખથી દેવબોધિના સાંભળવામાં આવ્યું
કેહેમચંદ્રસૂરિએ કુમારપાલરાજાને જૈનધમી દેવધિપ્રયાણ કર્યો છે. પછી તેણે વિચાર કર્યો કે, મ્હારા
સર કલાવાન ગુરૂ વિદ્યમાન છતાં બ્રાંતની માફક આ રાજા પોતાના કુલકમથી આવેલા ધર્મને કેમ ત્યાગ કરે છે? ફરીથી પણ જ્યારે એને વૈષ્ણવધર્મમાં સ્થાપન કરૂં તેજ આ સર્વ મમ્હારી કલારૂપ લતાઓ સફલ થાય. એમ વિચાર કરી અહંકારરૂપી ખીલા વડે બંધાયેલાની માફક દેવધિ તેજ વખતે કુમારપાલને ઉપદેશ કરવા માટે તેના નગરમાં આવ્યું,
ત્યાં મુકામ કરી તે ઈંદ્રજાલીની માફક નાના પ્રકારનાં કેતુક દેખાડીને બહુ ગુણવાન એવા નગરવાસી જનેને મોહિત કરવા લાગ્યું. તેમજ વશીકરણદિકવિવિધ પ્રકારની વિદ્યાઓને ફેલાવ
For Private And Personal Use Only