________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૬)
શ્રીકુમારપાળચરિત્ર. કરવા લાગે. જેથી વિસ્મય પામી સર્વ નગરના લેકે સિદ્ધની માફક હંમેશાં તેની સેવા કરવા લાગ્યા. જો કે, ત્યાગી પુરૂષ કલારહિત હોય પણ તે લોકમાન્ય થાય છે તે પછી કલાવાન તે ઘણું કરીને થાય તેમાં શું આશ્ચર્ય સ્વભાવથી સુવર્ણ દરેકને પ્રિય હોય છે. વળી તે રત્નથી પ્રકાશિત હોય તેનું તે કહેવું જ શું ? કલાવાન પુરૂષોના પ્રસંગમાં લોકો દેવબોધિની બહુ પ્રશંસા
કરતા હતા, એટલું જ નહી પણ એના જે દેવબંધિને કેઈ કલાઓમાં હોંશીયાર છે જ નહીં, એ ચમત્કાર. વાત કુમારપાલના સાંભળવામાં આવી, મયૂર
પક્ષી મેઘને જેમ તેને જોવા માટે કુમારપાલને બહુ ઉત્સાહ થયે, તેથી તેણે પોતાના આતપુરૂષ તેને તેડવા માટે મોકલ્યા. કેળના પત્રનું આસન, કમલનાલને દાંડે અને બહુ સૂક્ષ્મ સુતરના કાચા તંતુઓથી બાંધેલું એક સુખાસન તૈયાર કર્યું, આઠ વર્ષના બાળકોની પાસે તે ઉપડાવ્યું અને તેની અંદર તે દેવાધિ બેઠે, પ્રભાતમાં રાજસ્થાનમાં જવા માટે નીકળે, તેવા પ્રકારનું આશ્ચર્ય જોઈ લોકેનાં નેત્રકમલ વિકસ્વર થઈ ગયાં, મંત્રના આકર્ષણથી જેમ નગરના લોકો તેની ચારે બાજુએ વીંટાઈ વન્યા. તેમજ પોતાના સેવકેવડે સ્વામી જેમ કેવડે વીંટાયેલ દેવબોધિ સભાસદોને ચકિત કરતા રાજસભામાં ગયે. દેવબોધિને જોઈ રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે, કેળના પત્રથી બનાવેલા સુખાસનમાં આ મોટા પેટ વાળો, ભારે માણસ કેવી રીતે બેઠા હશે? એની કળા કઈ અદ્ભુત પ્રકારની જણાય છે. દેવાધિ સુખાસનમાંથી નીચે ઉતરી સુવર્ણમયસિંહાસન પર બેઠે અને પોતાના પગમાં પડેલા કુમારપાલને સહભાવથી તેણે આશીર્વાદ આપે કે;
For Private And Personal Use Only