________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૪૩)
કરવાની ઈચ્છાથી દ્વીપકના મનમાં વિચાર થયે ચરણાભિમુખદીપક. કે; આ બંને કલાએ મ્હારે કાને આપવી. સરસ્વીતાના મ ંત્રસમાન આ દુનિયામાં બીજે સાર નથી અને સુવર્ણ સિદ્ધિસમાન કોઈ સ્થિર નથી. આ બંને કળાએ પાત્રના અભાવથી જરૂર મ્હારી સાથે આવશે. આ વાત દેવાધિના જાણવામાં આવી એટલે તે દીપકની બહુ સેવા કરવા લાગ્યા અને સારવાળા સારસ્વતમત્રને તેણે વિધિ સહિત દીપક પાસેથી ગ્રહણ કર્યાં. પછી બહુ બુદ્ધિમાન્ તે દેવબેષિ ભૃગુક્ષેત્રમાં ગયા અને ન દ્યાકિનારે બેસી મંત્રના ધ્યાન માટે તેણે પ્રારભકો. મનની સ્થિરતાવડે દેવબેધિ સરસ્વતીનું ધ્યાન કરવા લાગ્યા અને સ્થાણવૃક્ષની માફ્ક સ્થિરવૃત્તિએ ક્ષુધાતૃષાદિકને પણ કિંચિત્ માત્ર જાણતા નહેાતા. અનુક્રમે લક્ષાપ થયે તાપણ સરસ્વતી પ્રસન્ન થઇ નહીં. પર ંતુ આશાને લીધે તેણે ફરી ફરીને આગ્રહપૂર્વક પાંચલાખ જાપ કર્યો. એક ંદર છ લાખ જાપ થયે, છતાં પણ દેવી પ્રસન્ન થઇ નહીં, તેથી દેવએાધિને અહુ ક્રોધ ચઢયા, જેથી તેણે પુષ્પમાલાની માફક જપમાલાને રીસથી આકાશમાં ફેંકી દીધી. આકાશમાં કાઇએ અટકાવેલી હાનેશુ ? તેમ તે જપમાળાને તારાની પંક્તિ સમાન સ્થિર રહેલી જોઇ દેવએાધિને આશ્ચર્ય થયુ અને તે વિચાર કરવા લાગ્યા કે; આ સારસ્વત મત્ર જો અસત્ય હાય તા પક્ષિણી સમાન આ જપમાળા આકાશમાં નિરાધાર કેવી રીતે રહી શકે ? પરંતુ મ્હારા દુર્ભાગ્યને લીધેજ આ મત્ર મને સલ થયા નહીં, કારણ કે; દૈવ જ્યારે પ્રતિકૂળ હાય ત્યારે સનિલ થાય છે. એમ તે ચિંતા કરતા હતા તેવામાં ત્યાં દિવ્યવાણી થઇ કે; હે મહાશય ? તું શા વિચાર કરે છે ? તુ હારી પાછળ જો જેથી ત્હારા મત્રની અસિદ્ધિનું કારણુ તુ જાણીશ. ત્યારખાદ તેણે પાછળ જોયુ તે
?
For Private And Personal Use Only