________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચાસ. એ સાંભળતા નથી, તે ધર્મકાર્ય તે કરેજ ક્યાંથી? અનેક ભદ્ર (શ્રેયસ) વડે શ્રેષ્ઠ મહદય જેને અવશ્ય થવાનો હોય તેજ પુરૂષ ધનાથી લક્ષમીપતિને જેમ ધર્મની સેવા કરે છે. વળી હે રાજન ? ભુક્તિ અને મુકિત આપનાર નિમયિક ધર્મને તું ઈચ્છતે હેાય તે મૂર્તિમાન્ પરબ્રહ્મ સમાન આ સૂરીશ્વરની સેવા કર. વળી આ સૂરીશ્વર સર્વદેવનો અવતાર છે, નિષ્કપટ (શુદ્ધ) બ્રહ્મચારી છે, બાલ્યાવસ્થાથી આરંભીને ચારિત્રધારી છે, સિદ્ધાન્તના પારગામી છે, જ્ઞાનવડે કરમાં રહેલા આમળાની માફક સભ્યપ્રકારે અન્ય જનોના મનની સ્થિતિ જાણે છે. એટલું જ નહીં પણ હાલમાં બ્રહ્મા સમાન તત્વજ્ઞાની આ મહામુનિ પૃથ્વી પર વિજયવંત વર્તે છે. હે ભૂપાળ ? એમના કહ્યા પ્રમાણે વર્તવાથી તું પોતાનું ઈષ્ટ કાર્ય સિદ્ધ કરીશ. એ પ્રમાણે કહી શંકર સ્વMદષ્ટની માફક અદશ્ય થઈ ગયા. ત્યારબાદ પ્રસન્ન થયેલા ગુજરેશ્વરે સૂરિને કહ્યું, હે ભગવન !
ખરેખર તમેજ ઈશ્વર છે, કારણ કે, મહેશ્વર ગુરૂપ્રાર્થના. પણ આપના સ્વાધીન છે. વળી હે જગદ્ગુરે?
પૂર્વભવમાં પાકાં પુણ્ય કર્યા હશે કે જેના તમારા સરખા તત્ત્વદર્શગુરૂ વિરાજે છે. આજથી આરંભી મહારા ગુરૂ, પિતા, માતા, બંધુ અને મિત્ર પણ તમે એક જ છે. અન્ય કેઈ નથી. તેમજ આપે પ્રથમ હુને જીવિતદાન આપવાથી આલેક આપે છે અને હવે શુદ્ધધર્મના ઉપદેશવડે પરલેક પણ આપે. ગુરૂ મહારાજ બોલ્યા; જે એવે ત્યારે નિશ્ચય હોય તે હાલમાં પાપની માફક માંસાદિક અભક્ષ્ય વસ્તુને તું ત્યાગ કર. પછી હું હને ધર્મોપદેશ આપું. હવેથી હું આપના કહ્યા પ્રમાછે વર્તીશ એમ કહી બહુ આનંદ માનતા રાજાએ તે જ વખતે
For Private And Personal Use Only