________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પર)
શ્રીકુમારપાળચરિત્ર. પર આસ્થા હોતી નથી, કેઈ માણસ વેપારમાં હારી જાય છે વળી કેઈક લાભ પણ મેળવે છે, પરંતુ સ્ત્રી અથવા પુરૂષને જીવન આશા તે સરખી જ હોય છે. માટે તું સમજીને આ હારૂં ખહને આપ. જેથી મસ્તકનો છેદ કરી હું ત્વને અર્પણ કરૂં. આ સ્ત્રી ઘણુ કાલ જીવતી રહે અને હારી વિદ્યા પણ સિદ્ધ થાઓ. એ પ્રમાણે રાજાએ ઘણું કહ્યું છતાં પણ મણિચડે તેને ન આપ્યું નહી, એટલે રાજાએ વિદ્યાધરની ઈચ્છા નહોતી પણ બહુ આગ્રહ કરી તેની પાસેથી તરવાર લઈ લીધી. રાજાનું શરીર બહુ ગેર હતું અને હાથમાં તરવાર આવવાથી ભુજંગથી વીંટાએલા ચંદન દુમની માફક તે દીપવા લાગ્યું. પછી મુખની આકૃતિ પ્રફુલ્લ અને કંઈક હાસ્યથી સુશોભિત દેખાતિ હતી એવા રાજાએ પોતાના હસ્તવડે સુથાર કાણ પર કુઠાર જેમ સ્કંધ-ડેક પર તરવાર ચલાવી તે સમયે પરસ્પર મિત્રની માફક રાજાનો સ્કંધ તરવારનો સ્પર્શ થવાથી મૂર્તિમાન હર્ષ જેમ રોમાંચિત થઈ ગયે. ત્યારબાદ શક્તિમાન એવા રાજાને હાથ મસ્તક છેદવા માટે ઘણેએ ચલાવ્યું છતાં પણ કોઈએ ખંભાળે હાય તેમ તે સ્થિર થઈ ગયે. પછી રાજાએ વિચાર કર્યો, અરે? આ હારે દક્ષિણભુજ પ્રથમ મન્મત્ત હસ્તીઓનાં ગંડસ્થલ ભેદવામાં બલવાન હતા, તે હાલમાં આવો નિર્બળ કેમ થઈ ગ? એમ ચિંતાતુર થઈ સ્વામીનો દ્રોહ કરનાર ભૂત્યની માફક દક્ષિણ હસ્તપર કોપાયમાન થયેલા રાજાએ તેનો ત્યાગ કરી ડાબા હાથમાં ખડ્ઝ લીધું અને તરત જ તેણે પિતાના સ્કંધપર ચલાવ્યું. ખની ધાર બહુ તેજસ્વી હતી છતાં પણ તે પત્થરપર પછડાયેલાની માફક કુંઠિત થઈ ગયું. હાથની મંદતા અને ખડનો પ્રહાર નિષ્ફલ થવાથી દુ:ખસાગરમાં આવી પડેલે રાજા દીન મુખે મંત્રથી તંભિત થયેલ સર્પ જેમ પિતાના હૃદયમાં બહુ બળવા લાગ્યો અને બુદ્ધિપૂર્વક વિચાર કરવા લાગ્યું,
For Private And Personal Use Only