________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮).
શ્રી કુમારપાળચરિત્ર. यन्नीचाश्रयणं यदुग्रभुजगव्याघ्रद्विपादिग्रहो
यत्पाथोधिविगाहनं गिरिमहाकान्तारचारोऽपियत् । यन्मातापितृबान्धवादिहननं चौर्यादि दुष्कर्म य
तल्लोभस्य गुणौघमेघपवनस्यात्यूर्जितं स्फूर्जितम् ॥ १ ॥ “લેભનું પરાક્રમ એટલું બધું બળવાન છે કે જેને લીધે નીચ મનુષ્યનો આશ્રય લેવો પડે છે, તેમજ પ્રચંડ સર્પ, વ્યાઘ અને હસ્તીઓનું ગ્રહણ, સમુદ્રપ્રવેશ, પર્વત અને ભયંકર વનની અંદર ગમન, માતા, પિતા અને બાંધવાદિકનો ઘાત, તથા ચોર્યાદિ દુષ્કર્મ કરવાં પડે છે. એટલું જ નહી પણ અનેક સદ્દગુણરૂપી મેઘને વિખેરવામાં પવન સમાન તે લોભ જ ગણાય છે.” કોધાદિક પણ લેભથી પ્રગટ થાય છે, સર્વ વિપત્તિઓનું સ્થાન લેભ છે, તેમજ લોભમાં સર્વ દોષ રહેલા છે, લોભથી પ્રાણને વિનાશ થાય છે. માટે હે વિપ્રે? જ્યારે તે મસ્તક બહાર નીકળી “બુડે છે” એમ કહે ત્યારે તમારે તેની આગળ લેભથી બુડે છે એ પ્રમાણે ઉત્તર આપે. તે સાંભળી ફરીથી તે મસ્તક પાણીની બહાર નીકળશે નહીં. એમ છતાં કદાચિત્ તે નીકળે તે મને ખબર આપજે, એટલે હું પોતે ત્યાં આવી તેને બંધ કરીશ. તે સાંભળી બ્રાહ્મણે ચકિત થયા, કુતરાઓને ફેંકી દઈ વૃદ્ધને કહેવા લાગ્યા, સર્વશની માફક તમારી બુદ્ધિ દરેક માર્ગમાં પ્રવીણ છે. વળી આપની બુદ્ધિરૂપી નાવને સમાગમ અમને ન થયો હોત તો અમે ખરેખર અપાર સંશયરૂપ સાગરમાં ડૂબી જાત, એ પ્રમાણે વૃદ્ધની સ્તુતિ કરી બ્રાહ્મણે ખુશી થયા પછી તેણે બ્રાહ્મણને વિદાય કર્યા.
ચાર માસની સમાપ્તિના અંતિમ દિવસે બ્રાહ્મણે પિતાની કાંચીપુરીમાં ગયા. પ્રભાત કાળમાં રાજાએ તેમને બોલાવ્યા, મરૂદેશસ્થ વૃદ્ધવિપ્રનું સર્વ વૃત્તાંત રાજાની આગળ બ્રાહ્મણોએ કહ્યું,
For Private And Personal Use Only