________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૨૩૧) બરાબર છે. તે સાંભળી આમભટને બહુ ક્રોધ થયો અને તે બેલ્યો કે, વાચાલની માફક હારી વાæરતા વૃથા છે, જે હારામાં પરાક્રમની શક્તિ હોય તે શસ્ત્ર ધારણ કર. વળી “હે ક્ષત્રિય પુત્ર? શલભ (પતંગીઆ) માં દીપ, પૃથ્વીમાં હળ, વનમાં દાવાનલ, અંધકારમાં સૂર્ય, મેઘમાં પવન, કિપાકના ઝાડમાં કુડાર (કુહાડે), સર્પ ઉપર ગરૂડ, ગજેન્દ્ર પર સિંહ, પાણીમાં ગ્રીમ
તુ અને પર્વતમાં વજ, જે કામ કરે છે, તે કાર્ય હું વણિકપુત્ર ત્યારે વિષે કરીશ.” એમ કહી આદ્મભટ બહુ ક્રોધથી બાણવૃષ્ટિ કરવા લાગ્યા, તે જોઈ મલ્લિકાર્જુને પોતાનાં બાવડે બહુ સહેલાઈથી તે બાણવૃષ્ટિ હઠાવી દીધી. નભસ્તલ અને ભૂતલમાં પણ વેચ્છા પ્રમાણે ફરતાં, બંને રાજાઓનાં બાણે પિતાનું પક્ષિપણું વિસ્તારવા લાગ્યાં. તેમજ તેમણે મૂકેલાં બાણે પણ ખરે ખર યુદ્ધ કરવા લાગ્યાં; પરસ્પર અથડાઈને જે બાણે ખંડિત થયાં તેઓ રણભૂમિમાં નીચે પડતાં હતાં. ગાઢ એવી મેઘવૃષ્ટિવડે તે એક સૂર્યની શોભા ક્ષીણ થાય છે, પરંતુ તેમની બાણવૃષ્ટિવડે તે સેંકડે શરાઓની શોભા હણાય છે. જલદી બાણુ નાખવાના અભ્યાસવાળા તથા ઉત્કટ હસ્તની લાઘવતાવડે યુદ્ધમાં તત્પર થયેલા આમ્રભટને મલ્લિકાર્જુન રાજાએ સાક્ષાત્ દ્રોણાચાર્ય સમાન મા. વળી તે સમયે આદ્મભટે પિતે ધનુધારિપણાથી વીર માનનાર સુભટને પણ ખુશી કરી વણિકૂજાતિના કલીબાણને દેષ દૂર કર્યો. આમૃભટ સેંકડે બાણ મૂકો અને મલ્લિકાર્જુન તેમનું ખંડન કરતે એમ તેઓ બંને જણ વજ સંઘયણવાળા હાયને શું ? તેમ કિંચિત્ માત્ર પણ વિરામ પામતા નહોતા. એ પ્રમાણે એકબીજાના શસ્ત્રોને પ્રતિશોવડે ખંડન કરતા તે અને દેવ અને દાનવની માફક પ્રચંડ યુદ્ધ થયું.
ત્યારબાદ પિતાના હાથીપરથી કુદકે મારી, વાનર વૃક્ષ પ્રત્યે
For Private And Personal Use Only