________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦)
શ્રીકુમારપાળચરિત્ર. હું ઈચ્છા રાખું છું. ચાલો આપણે બંને યુદ્ધ કરીએ, અને આ સર્વે સૈનિકે આપણા બંનેનું પરાક્રમ હાલમાં જાણી શકે. તે સાંભળી મલ્લિકાર્જુન બે હે મહા સુભટ? બહુ સારું, બહુ સારૂ એમ તેની પ્રશંસા કરી અને વિશેષમાં તેણે કહ્યું કે, આ હારા દઢ વૈર્યવડે હું બહુ ખુશી થયેછું, ન્હને અવશ્ય પ્રચંડ હારૂં ભુજબળ બતાવું, પરંતુ તું વાણુઓ છે માટે હુને મારવાને ફુરણાયમાનઆ ભુજબળ લજજા પામે છે. વળી પૃથ્વીને ભંગ કરવામાં શક્તિવાળા પર્વતની પણ પાંખેને જેવા કાપી શકે છે, તે વા પાષાણુના ટુકડાને તેડવા માટે ઉત્સાહ ધરાવે ખરે? તે સાંભળી ફરીથી આમૃભટ બેલ્ય; ક્ષત્રિયપુત્ર શૂરવીર હોય અને વણિકપુત્ર ન હોય તે હારૂં માનવું અસત્ય છે, કેઈક ક્ષત્રીય તે ઘાસ કાપવામાં પણ અશક્ત હોય છે અને કેઈક વણિકૂ પણ પર્વત ભેદવામાં વજીની માફક મહા પરાક્રમી હોય છે.
જ્યાં સુધી શૈર્યરૂપી સુવર્ણ ને કસોટી સમાન યુદ્ધ થાય નહીં ત્યાં સુધી માત્ર બોલવાથી ક્ષત્રિયતા અને વણિપણું જણાતું નથી. નપુંસકની માફક અતિ શૈર્યવડે આદ્મભટની ઉદ્ધતાઈ જોઈ મલ્ફિકાન બહુ વિસ્મય પામ્યું અને ફરીથી બેભે– चिकीर्षसि सरीसृपेश्वरशिरःशिखाकर्षणं,
जिहीर्षसि गजान्तकृतिकृ (वृ) तवक्त्रदंष्ट्रांकुरम् । दिधीर्षसि समीरणप्रबलकीलदावानलं,
जिगीषसि यदद्य मां बलनिधिं वणिक्पुत्र ? रे ॥ १ ॥
રે વણિક પુત્ર! બલવાન એવા હને હાલમાં તું જે જીતવાની ઈચ્છા રાખે છે, તે શેષનાગના મસ્તકની શિખા ખેંચવા ધારે છે, તેમજ “સિંહની દ્રષ્ટ્રા (દાઢ) લેવાની ઈચ્છા કરે છે, અને પવનથી પ્રેરાયેલી પ્રબળ જ્વાલાવાળા અગ્નિને ધારણ કરવા
For Private And Personal Use Only