________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૮)
શ્રી કુમારપાળચરિત્ર. ચંદ્રસૂરિ ત્યાં આવ્યા અને રાજાને મળ્યા. હેમચંદ્રસૂરિનાં દર્શન થવાથી ચાલુકયનો આનંદસાગર બહુ ઉછળવા લાગ્યા, તેમાં કંઈ આશ્ચર્ય નહીં. રાજા પ્રફુલ્લમખે બેલ્યો; હે સૂરી? પરિતાની માફક આપે આ વેલા (સમય) સારી રીતે સાધી. એમ કહી ભૂપતિ બહુ પ્રેમવડે આચાર્યને સાથે લઈ સોમનાથને નમવા માટે મોટા ઉત્સવ પૂર્વક ચાલ્યું. પોતે બનાવેલા અવદેવાલયની વિમાન સમાન સુંદરતા જોઈ કુમારપાળના હૃદયમાં હર્ષ મા નહીં. શરીર રોમાંચિત થઈ ગયું, આનંદસાગરમાં મગ્ન થઈ ભૂપતિએ વિનયપૂર્વક મહેશ્વરને નમસ્કાર કર્યો. જૈન લેકે જીનેંદ્ર વિના અન્ય દેવને નમતા નથી એ પ્રમાણે લેકેક્તિને જાણકાર ગુજ. રેશ્વર બેલ્યો, પ્રભે ? આપને ગ્ય લાગે તે શંકરને વંદન કરે, રાજન ? એમાં શું કહેવું? આ સર્વ પ્રયાસ દેવવંદન માટે જ છે. એમ કહી હેમચંદ્રસૂરિ તારસ્વરે બોલ્યા કે –
भवबीजाकुरजनना-रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, महेश्वरो वा नमस्तस्मै ॥ १ ॥
સંસારરૂપી બીજાંકુરને ઉન્ન કરનાર રાગાદિક વિષયે જેના ક્ષીણ થયા હોય, તે બ્રહ્મા, વિષ્ણુ અથવા શંકરને નમસ્કાર થાઓ.” વળી;
यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया॥ वीतदोषकलुषः सचेद्भवा-नेक एव भगवन्नमोऽस्तु ते ॥१॥
હે ભગવન ? ગમે તે સમયે, ગમે તે પ્રકારે, ગમે તે નામ વડે ગમે તે હે, પરંતુ તે આપ એકજ રાગાદિક દોષથી રહિત હે તો તમને હારે નમસ્કાર છે. ” ઈત્યાદિક
સ્તુતિ પાઠ વડે શ્રી હેમચંદ્રસૂરિએ સોમનાથની સ્તુતિ કરી, પણ વસ્તુત: પિતાના ઈષ્ટદેવ શ્રી વીતરાગ ભગવાનની જ તેમણે
For Private And Personal Use Only