________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
શ્રીકુમારપાળચરિત્ર. હાથી વિગેરે સૈન્ય, તીણધારવાળાં શસ્ત્ર, લેઢાનાં બક્તર, તથા હેટા મણિ, મંત્ર અને ઔષધિઓનું બલ જેના ઉગ્રખથી રક્ષણ કરવા માટે સમર્થ નથી, એમ જાણું એ સર્વને ત્યાગ કરી શત્રુઓ પોતાનું રક્ષણ કરવામાં સમર્થ એવા એક તૃણ–ઘાસને મુખની અંદર ધારણ કરે છે. ” તેમજ શત્રુરૂપી વંશ (વાંસડાઓ)ને બાળતો જેને પ્રતાપરૂપી દાવાનળ તેમની સ્ત્રીઓના અશ્રુપ્રવાહ વડે કોઈ વખત શાંત થાય છે, તે શ્રી કુમારપાલરાજા સભામાં બેઠા હતા, ત્યારે કેઈક માગધના મુખથી “રાજપિતામહ” એવું તારું બિરૂદ તેમના સાંભળવામાં આવ્યું, મેઘના હેટા ગજારવને સિંહ જેમ તે બિરૂદને નહી સહન કરતો ગુર્જરેંદ્ર યમની માફક હારી ઉપર કપાયમાન થયે છે અને તે ભૂપતિએ તેજ વખતે કણની માફક તને પિસવાને શ્રીમાન્ આમ્રભટને રાજા બનાવી હાલમાં અહીં મેકલેલો છે. સૈન્ય વડે સાગરસમાન તે આમ્રભટ તમારા સીમાડામાં ઉતર્યો છે, તે બહુ ન્યાયવાન છે. તેથી તમારા હિતને માટે તેમણે હને મોકલ્યો છે. યમરાજાની રાજધાની લેવાની ઈચ્છા ન હોય તે તું પોતાના બિરૂદનો ત્યાગ કરી શ્રી કુમારપાલરાજાની સેવા કર અને ગર્વનો ત્યાગ કરી દેવની આજ્ઞા સમાન તેમની આજ્ઞાને તું મસ્તકે ધારણ કર, તેમજ દરેક વર્ષે દંડ આપ, નહિ તો શત્રુઓને ચૂરવામાં દીક્ષિત થયેલ તે આમ્રભટ કાષ્ઠને અગ્નિ જેમ કુલ સહિત તને બાળી નાખશે. મહારૂં કહ્યું માનીશ તે તું લાંબે વખત જીવતો રહીશ, નહીં તો ગર્વવડે રાવણની માફક તું જલદી મરી જઈશ. એ પ્રમાણે દૂતનું વચન સાંભળી બહુ પ્રતાપી મલ્લિકા
નરાજા પોતાના હૃદયમાં બળતા કપરૂપી અગ્નિની જવાળાસમાન વચને બોલવા લાગ્યું. તે દૂત મહારા બિરૂદને અસત્ય કરવા માટે ઇ પણ સમર્થ નથી તે આ કુમારપાળ કેણ? તેમજ વળી
For Private And Personal Use Only