________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી કુમારપાળચરિત્ર. ચારભટ વિનયપૂર્વક બે, હે દેવ? હાલમાં કેઈ આપ્ત
પુરૂષના મુખથી મહેં સાંભળ્યું છે કે, ચૌલુકય ચારભટકુમાર. રાજા પ્રાયે કૃપણ અને અકૃતજ્ઞ છે, તેથી તેના
કેહણાદિક સામતો વિરક્ત થયા છે, તો તેમને સુવર્ણાદિક ધન આપી જલદી પોતાના સ્વાધીન કરવા તમે યત્ન કરો. કારણ કે વશીકરણ વસ્તુઓમાં ધન એ મુખ્ય છે. એમ કરવાથી પુત્રો જેમ પિતાને તજી દે છે તેમ તેઓ એકદમ ચૌલુક્યનો ત્યાગ કરશે. જેથી તે નિર્વિષ સર્પની માફક શક્તિહીન થઈ જશે. પોતાના સામંતોથી તાજાયેલ આ રાજા ઘણું કરીને પલાયન થશે. અથવા ગર્વથી યુદ્ધ કરશે તે નપુંસકની માફક માર્યો જશે. વળી વિશેષમાં તહાર પ્રસાદવડે ભગદત્તરાજાની માફક હું સંગ્રામમાં હાથીને ફેરવવાનું અને સિંહનાદ મૂકવાનું જાણું છું. માટે હાથીનું ભ્રમણ અને ઘાઢ સિંહનાદવડે, યુદ્ધમાં કુશલ એવો પણ ચાલુકયરૂપી હાથી દૂર નાશી જશે. હે પ્રભો ? આ ઉપાયથી જરૂર તું શત્રુઓને છતી કન્યાની માફક જય લક્ષ્મીને હસ્ત
ચર કરીશ. એ પ્રમાણે ચારભટની યુક્તિ સહિત વાણી સાંભળી અર્ણોરાજ ભૂપતિએ બહુ સારૂ એમ કહી તેનાં બહુ વખાણ કર્યાં. આરાજ ભૂપતિએ પિતાના હિતકારી અધિકારીઓને પુષ્કળ સુવર્ણ ધન આપી રાત્રીએ ચાલુકયના સામંત પાસે મોકલ્યા અને તેમણે કુમારપાળના સામતને પુષ્કળ ધન આપી પિતાની તરફ ખેંચી લીધા. અતિલોભથી ભેદાયેલા સામંતોએ તે આપ્તપુરૂષોની મારફતે અરાજને પોતાને અભિપ્રાય જણાવ્યું કે, અમે બધાયે તમારા પક્ષમાં છીએ, તથાપિ યુદ્ધ સમયે તૈયાર થઈ પિતાના સૈન્યમાં અમે ઉભા રહીશું, પરંતુ તમારી સાથે યુદ્ધ કરીશું નહીં. જો કે કુમારપાળરાજા બહુ બલવાન છે છતાં પણ અસ્વારી ઉપેક્ષાથી સિંહ હાથીને જેમ તું એને સુખેથી હરાવીશ. શત્રુ
For Private And Personal Use Only