________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સ.
( ૨૧૭ )
જીતેલા જાણુ છુ. આ હાથીને તુ શત્રુના સૈન્યમાં લઈ જા, એ પ્રમાણે ચાલુયે મ્હાવતને ઉત્સાહ આપ્યા અને વિશેષમાં કહ્યું કે; સાહસિક પુરૂષે ચલાવેલું હળ દૈવના મસ્તકપર પણ ચાલી શકે છે, એમાં કંઇ આશ્ચર્ય નથી. શત્રુના સુભટે અગ્નિની જ્વાલા સમાન જળહળી રહ્યા છે, પરંતુ એના પરાજય થવાના હશે તે તે એની મેળે જ ભાગી જશે. એ પ્રમાણે ચાલુકયરાજાની વાણી સાંભળી કાઇક ચારણ અવસરેાચિત વચન રાજા પ્રત્યે એલ્યુા, હે કુમારપાલ ? “ તુ કાઈ પ્રકારની ચિંતા કરીશ નહીં, પેાતાનું ચિંતવેલું સિદ્ધ થતું નથી, જેણે હને રાજ્ય આપ્યું છે તેજ પુરૂષ હારી ચિંતા કરશે. ” શત્રુઓના પરાજય કરવામાં મળવાન એવી તે ચારણની વાણીરૂપ શકુનને સ્વીકાર કરી ગુજરેશ્વર હુજારા સુભટોથી યુક્ત વરીએ ઉપર ઉતરી પડયા. શત્રુઓના પ્રાણુ સાથે ધનુષુ ખેચ્યું અને પેાતાના જયની આશા સાથે ધનુષ્કર ખાણુ ચઢાવ્યુ . એકત્ર થયેલી દુર્વારવેરીઓની પરંપરાએને પણ મૃગલીઓની માફક વિદ્વારતા શ્રીગુજ રેશ્વરે માણેાની પંક્તિઓ પ્રવર્તાવી, ગુજ રેશ્વર એવી રીતે ખાણુ મારે છે કે; ગ્રહણ અને માચનની ક્રિયા કાઇપણ જોઇ શકતા નથી, અને ભયને લીધે તેએ નહી વિંધાયેલા છતાં પણ પેાતાને વિંધાયેલા માનતા હતા. આ સામંતે શત્રુએ સાથે મળેલા છે. એ પ્રમાણે તેમની માફક આપણી પણ આ લેાકમાં નિંદા મા થાઓ, એમ વિચાર કરી તીક્ષ્ણ મુખવાળા સર્વે ચાલુક્યનાં ખાણુ! શત્રુઓનાં હૃદય ભેદી બહાર નીકળી બહુ દૂર ગયાં. સર્વ અંગે લાગેલાં ચાલુક્યનાં બાણાવડે પુરાઇ ગયેલા સુભટા વીરલક્ષ્મીના આલિગનથી રામાંચિત થયા હોય તેમ શોભતા હતા. સૈનિકેાએ ઉડાડેલી ધૂળના સમૂહ વડે કપાયેલા મેઘમંડલમાં ભૂપતિએ રચેલી માપતિ વૃષ્ટિનીધારા સમાન દેખાતી હતી, હસ્તિપક
For Private And Personal Use Only