________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) શ્રી કુમારપાળચરિત્ર. કુંકુમ વડે રંગાયેલા હોય તેમ શસ્ત્રોના પ્રહારથી નીકળતા રૂધિર વડે લાલ અંગવાળા સુભટો શોભતા હતા. પિતાના નશ્વર પ્રાણેવિડે ચિરસ્થાયી યશ ખરીદીને કેટલાક સુભટોએ વાણિજય કલામાં હોંશીયારી મેળવી, કેટલાક સુભટોએ આલોકમાં પિતાના સ્વામી પાસેથી માન અને અતુલ્ય યશ મેળવી એક શૌર્ય વડે છેવટે મરીને સ્વર્ગલોક મેળવ્યો. રણક્ષેત્રમાંથી ચાલતી રૂધિરની નદીઓ વૃષ્ટિવડે ધવાયેલી ધાતુઓના રસથી મિશ્ર થયેલી પર્વતમાંથી નીકળતી નદીઓને ભ્રમ કરતી હતી. એ પ્રમાણે યમરાજાને તૃપ્ત કરનાર રણસંગ્રામ પ્રવૃત્ત થયે છતે અરાજના સુભટોએ ચૌલુક્યના સુભટને ચૂર્ણ કર્યો. શત્રુના સુભટોએ એકદમ પાછા હઠાવ્યા, જેથી ત્રાસ પામી શસ્ત્રના ઘાતથી જીર્ણ થયેલા ગુજરેશ્વરના સુભટો ચૌલુક્યક્ષિતિપતિના શરણે ગયા, પછી ગુર્જરેશ્વરે પોતાના સુભટોને આશ્વાસન આપ્યું અને યુદ્ધ કરવા માટે કેહણાદિક સર્વ સામંતોને પિતે પ્રેરણા કરી, શ્રી કુમારપાલે યુદ્ધની આજ્ઞા આપી છતાં તેમનાં મન ઉદાસ જાણું શ્યામલ નામે પોતાના હાવતને પૂછયું કે, આ સામંત લોકે કેમ ઉદાસ દેખાય છે? સામંતોને વિચાર શ્યામલના જાણવામાં હતું, તેથી તેણે કહ્યું, રાજન્ ? આ લેકે પ્રથમથી જ સહારા ઉપર વિરક્ત હતા, જેથી તમ્હારા વૈરીએ આ લોકેને ગઈ રાત્રીએ પુષ્કળ સુવર્ણ ધન આપી પોતાના સ્વાધીન કર્યા છે. વળી એ તેમને સંકેત છે કે, તૈયાર થઈ યુદ્ધમાં ઉતરવું ખરું પણ શત્રુઓ સાથે લડાઈ કરવી નહીં. એ પ્રમાણે વિચાર કરી આ લોકે તમ્બારા દ્રોહી થયા છે. તે સાંભળી ફરીથી રાજાએ પૂછયું, હે શ્યામલ? હવે આપણે શું કરવું? શ્યામલ બોલ્યા, તમે, હું અને આ હાથી એ ત્રણ સ્થિર છીએ. રાજા બા, હાથી અને તું પાછા પડે નહીં તે હું આ શત્રુને
For Private And Personal Use Only