________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ). શ્રીકુમારપાળચરિત્ર.
ની ઈચ્છા કરી, તેટલામાં તે બંનેના ગજે દ્રો ચાલુક્ય તથા દમત્ત થઈ યુદ્ધ કરવા માટે દોડવા લાગ્યા. અર્ણોરાજ. પ્રહાર કરવાની ઈચ્છાથી સન્મુખ આવતા -
લુક્યના હાથીને જેઈ, ચારભટ નામનો અરાજને માવત પવનના ચક્રની માફક પિતાના ગજેને અત્યંત ભમાવવા લાગે અને પોતે અતિ બળવડે મૃગેંદ્રની માફક સિંહનાદ કરવા લાગ્યો, જેથી પર્વતની ગુહાઓ ગર્જના કરવા લાગી એટ લું જ નહીં પણ સત્ય સિંહનાદની માફક ચારભટે કરેલા સિંહનાદે અન્ય હાથીઓને મદ ઉતાર્યો. વળી તે સિંહનાદ સાંભળવાથી ઘોડાઓ બંધન તોડીને ત્રાસ પામવા લાગ્યા, સત્વહીન પુરૂષ મૂચ્છિત થઈ ગયા અને શૂરવીર પુરૂષે કંપવા લાગ્યા, અર્ણોરાજના હસ્તીના ભ્રમણથી અને ચારભેટે કરેલા સિંહનાદથી મહા બળવાનું પણ ગુજરેદ્રનો હસ્તી ભયભીત થઈ પાછો વળે. પછી ગુર્જરેંદ્રના માવતે શત્રુના હસ્તીને હણવા માટે બહુ જેસથી પ્રેરેલે હાથી ફરીથી સિંહનાદ સાંભળી પાછો પડે. કુમારપાળ રાજાએ પોતાના હાથીને પાછો પડતો જોઈ શ્યામલને કહ્યું કે, આ હાથી યુદ્ધમાંથી વારંવાર કેમ પાછો પડે છે? શ્યામલ બોલ્યા, હે દેવ? ચારભટ નામે સુભટ પ્રથમ જે આપની પાસે હતો તે હાલમાં આપને રાજ્ય મળવાથી રાસાઈને આપના ત્યાંથી નીકળી આ શત્રુને મળે છે, તે ચારભટ પિતાના હાથીને ભરમાવે છે અને વારંવાર સિંહનાદ કરે છે, તેથી આ હાથી યુદ્ધમાં કુશળ છે તે પણ બીકણની માફક ભયને લીધે નાશી જાય છે. તે જ વખતે ભૂપતિએ પિતાની બુદ્ધિથી શ્યામલની પાસે છરીથી વસ્ત્ર ચીરીને હાથીના કાન પુરાવી દીધા. કાન પુરાવાથી સિંહનાદ તેના સાંભળવામાં આવ્યું નહીં એટલે તે હાથી શત્રુના હસ્તી પ્રત્યે નિર્ભય થઈ યુદ્ધ કરવા માટે દેડ. બંને હસ્તીએ એક બીજાને પ્રહાર કર
For Private And Personal Use Only