________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી કુમારપાળચરિત્ર. રપાળ બોલે, રે રે? મૂર્ખ ? દુષ્ટ વાચાલ ? ગઠાં બાજી રમતાં હાસ્યથી ગુર્જર મુંડિત છે એમ જે જીભથી વારંવાર તું બોલતો હતો, તે હારી જીભને આ તરવાર વડે કંઠ માગે ખેંચી લઈ હાલમાં મહારી બહેનની પ્રતિજ્ઞા હું પુરણ કરીશ. એમ કહી શ્રી કુમારપાલરાજાએ શૌર્યવડે સ્કુરણાયમાનયમ સમાન પોતે તેની જીભ ખેંચવા માટે શસ્ત્ર તૈયાર કર્યું, પૂર્વ કાલમાં મુરારિએ દુષ્ટબુદ્ધિવાળા કંસને જેમ કુમારપાળે કોના દેખતાં શત્રુને દબાવી દીધું. પિતાના સ્વામીની તેવી દુર્દશા જોતા છતા પણ તેના સુભટો કુમારપાળના હામા થયા નહીં, કારણ કે, દરેકને મરણુભય હાટે હોય છે. સિંહના ચરણથી દબાયેલા મૃગની માફક મત્યુના મુખમાં આવી પડેલ અરાજ બોલ્યા, હે શરણ્ય ? મ્હારૂં રક્ષણ કર, રક્ષણ કર, તેવી તેની અવસ્થા અને દીનવાણી વડે રાજાને દયા આવી, જેથી તેની છાતી પરથી પિતાને પગ ઉઠાવી લઈ તેણે કહ્યું, અર્ણોરાજી દયાવડે હુ હુને મુકત કરૂં છું, પરંતુ જીવતા છતાં ત્યારે પોતાના દેશમાં જીભના આકર્ષણનું ચિહ્ન કંઠને વિષે ધારણ કરવું કે; આજ સુધી હારા દેશના લોકો મસ્તકે વસ્ત્ર બાંધતા હતા, અને હવેથી ડાબા જમણી બંને બાજુએ તેઓ જીભના આકારવાળા બને છેડાઓ મૂકે. તેમજ પાછળ પણ એક જીન્હાને છેડે લટકતો રહે. આ પ્રમાણે મહારા હુકમથી ત્યારે પ્રવૃત્તિ કરવી. જેથી આ દુનિયામાં હારી બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ થવાની પ્રસિદ્ધ થાય. આણે રાજે તે પ્રમાણે કુમારપાલનું વચન માન્ય કર્યું. પછી ભૂપતિએ અણે રાજને કાષ્ઠના પાંજરામાં પૂરી પતના સૈન્યની વચ્ચે લવરાવ્યા. તે સમયે કુમારપાલના સિન્યમાં હદયને આનંદ આપનાર જયધ્વનિ થયે. અને વાજીંત્રોના નાદ થવા લાગ્યા, જેમના સાંભળવાથી વેરીઓના કાન બહુ પીડાવા લાગ્યા, તેમજ તે લુક્યનું સૈન્ય જે કેલ્લણાદિક સામતે
For Private And Personal Use Only