________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦ ) શ્રીકમારપાળચરિત્ર વળી તું જે કહે છે કે; હાર સ્વામી રણભૂમિમાં શત્રુઓને કણની માફક પિશી નાખે છે તે હારું બોલવું ખોટું છે. કારણકે તેણે દરિદ્રપણુમાં દાણુ દન્યા હશે, વળી તેના પરાક્રમની અનેક પ્રકારે તું મિથ્યાસ્તુતિ કરે છે, તથાપિ જન્મથી આરંભી ભિક્ષુકતા શિવાય તેનું કંઈપણ અધિક પરાક્રમ સાંભળ્યું નથી. રે દત? હારા, સ્વામીને હે પૂજ્ય કહ્યો અને હવે દેડકે કહ્યો, હારા દેશનું ëવા ચાતુર્ય સારૂં બતાવ્યું. વળી એક વચન હૈ યોગ્ય કહ્યું કે; પિતાની અંદર ભુજંગાણું સ્થાપન કર્યું. નહીં તો બીજાને દુર્જન કરવાને હારી દ્વિજીહતા કયાંથી થાત? પરંતુ સંગ્રામની અંદર પોતાનું સર્પપણું તું બરોબર જાણીશ. અને અનન્ય પરાક્રમ વડે હારૂં દેડકાપણું અથવા ગરૂડપણું સારી રીતે હું સમજી શકીશ. એમ કહી ચાવડાના વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અર્ણોરાજે પ્રત્યુત્તર લખી એક કાવ્ય આપીને દૂતને વિદાય કર્યો. દૂતને વિદાય કરી તરતજ અખેરાજે પોતાના સેનાપતિને
આજ્ઞા કરી એટલે સેનાપતિએ શત્રુઓને અર્ણોરાજપ્રયાણું. સાક્ષાત વિદન સમાન પિતાના સૈન્યને તૈયાર
કર્યું. ચાલતા પર્વતો હોયને શું ? તેવા ઉન્નત ગજેંદ્રો, ઇંદ્રના અશ્વ સમાન વેગવાળા ઘોડાઓ, શૌર્યની મૂર્તિ સમાન ઉદ્ધત અંગવાળા પદાતિ-સૈનિકો સાથે અર્ણરાજ ભૂપતિ પિતાના નગરમાંથી નીકળે. નભસ્તલને સ્પર્શ કરતી પતાકાઓ વડે આકાશનું પાન કરતે, સિનિકેએ ઉડાડેલા ધૂળના સમૂહવડે સૂર્યને આચ્છાદન કરતો અને પગ પાળાઓના પ્રચંડ શબ્દો વડે વિશ્વને બધિરત કરતો હોય તેમ અર્ણોરાજનૃપતિ ચાલુકયના સિન્યની નજીકમાં જઈ ઉભો રહ્યો. તેટલામાં તે પણ શત્રુના કહેલા સમાચાર શ્રી કુમારપાળરાજાને કહ્યા અને તેણે આપેલું કાવ્ય પણ આપ્યું, પછી ભૂપતિએ તે વાંચ્યું.
For Private And Personal Use Only