________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૮)
શ્રીકુમારપાળચરિત્ર. બાજુએ ફરવા લાગ્યા, તે મકાનના નીચેના ભાગમાં કોલસાએ ધગધગતા હતા અને વારંવાર તેમની સુગધીને ગ્રહણ કરતે એક વૃદ્ધ પુરૂષ ત્યાં બેઠેલે તેમના જેવામાં આવ્યો. આ સુગંધ કયાંથી ? અને આ વૃદ્ધ પુરૂષ શા માટે સુંઘે છે? એમ વિચાર કરતા ગુર્જકના લેકોએ ત્યાં ચારેતરફ બરોબર તપાસ કર્યો, પિતાની હોંશીયારીથી તે લેકે સમજી ગયા કે અગ્નિના કપટથી આ ઘર બનાવ્યું છે. એમ જાણું તે લેકે સંબ્રાંતની માફક એકદમ રાજા ની પાસે ગયા અને સર્વ હકીકત તેઓએ નિવેદન કરી. તે સમયે વિક્રમસિંહરાજાએ પણ ફરીથી શ્રી કુમારપાલરાજાની પાસે જઈ ભજન માટે કહેવાઈની માફક બહુ પ્રાર્થના કરી, પોતાના માણસેના કહેવાથી ગુર્જરેંદ્ર તે પ્રથમથી જ તેના કપટની વાત જાણતો હતો, તેમજ તેના અતિ આગ્રહ અને નેત્રાદિકની ચેષ્ટા ઉપરથી પણ તેના મનને તેને નિશ્ચય થયે; છતાં અજાણતાની માફક ગુર્જરે ભેજનના આગ્રહથી હેને નિવૃત્ત કરીને સત્કાર પૂર્વક વિદાય કર્યો. અને પોતે પણ પિતાનું કાર્ય સાધવા ત્યાંથી ચાલતે થયે. અખંડિત પ્રયાણવડે માર્ગને ઓલંઘતો રાજા સંપત્તિઓના સ્થાનભૂત વિધિના દેશમાં ગયે. ગુર્જરેંદ્રના સૈનિકોએ તે દેશની પાયમાલી કરી. જેથી દેશના લોકો એકદમ ભાગાભાગ કરી આમતેમ નાચવા લાગ્યા. મહાન પરાક્રમી ગુર્જરેશ્વર સવાલાખ દેશીય ગ્રામેનું આક્રમણ કરતા શાકંભરીનગરી પાસે મુકામ કરી રહ્યો. શ્રી કુમારપાલરાજાએ પિતાના પરાક્રમનો પ્રકાશ કરનાર
એક કાવ્ય બોલવામાં હોંશીયાર ડૂતના હાથમાં અરાજનેસૂચના આપી હેને અરાજની પાસે મોકલ્યા.
તે કાવ્યને ભાવાર્થ એ હતો કે “ પ્રચંડ યમદંડની ઉગ્રતાને વહન કરતી, પ્રલયાગ્નિની જ્વાલાઓના
For Private And Personal Use Only