________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(ર૦૭) તોએ માન્ય કર્યો અને તેઓએ પોતાના હૃદયમાં વિચાર કર્યો કે, આ રાજા પિતાનું મકાન બળાવે છે તે ભાવિ વિપત્તિને સૂચવે છે. પરંતુ ભવિતવ્યતાને કોઈ સમયે નાશ થતો નથી. એમ વિચાર કરી તેઓએ અગ્નિ યંત્રની ગોઠવણને જલદી પ્રારંભ કર્યો. શ્રીવિક્રમસિંહરાજાના મહેલની અંદર એકાંત સ્થલમાં નીચે અગ્નિ યંત્ર ગોઠવ્યા, જેની અંદર બળતો અગ્નિ સંપૂર્ણ ભરેલો છે. જેને ઉપરનો ભાગ તેલથી ખરડેલાં કાષ્ઠવડે બનાવેલું છે, તિલ, સર્ષવ અને લાક્ષાદિક ગુપ્ત દ્રવ્ય જેની અંદર પૂરેલાં છે, જે યંત્રગ્રહ આકાશની માફક ચંદ્રોદય-ચંદ્રનો ઉદયચંદ્રવાઓથી સુશોભિત, તેમજ તારારૂપી મૈતિક માલાઓ વડે વિભૂષિત, ઉદ્યાનની માફક ઉત્તમ છાયા અને સુગંધમય પુષે જેની અંદર ખીલી રહૃાાં છે, સુવાસિત પદાર્થોથી ભરેલી દુકાનની માફક સ્કાર સુગંધિત વૈભવથી અલંકૃત અને વિમાનની માફક તેજસ્વી એક પ્રાસાદ પોતાના આખ્ત પુરૂષાએ બંધાવ્યું. વિક્રમસિંહરાજા અગ્નિતંત્ર સહિત બંધાવેલું ઘર જોઈ બહુ
ખુશી થયે અને કૃતાર્થની માફક પોતે કુમારશ્રીકુમારપાલ- પાલ રાજાને નિમંત્રણ કરવા ગયા. વિનયપૂર્વક - નિમંત્રણ. તેણે પ્રાર્થના કરી કહ્યું કે, હે ભૂપાલ? મહારા
પ્રાચીન પુણ્યના પ્રભાવથી દેવેંદ્રની માફક આપ પોતે અહિં પધાર્યા છે. આજે આપ જે હારે ઘેર ભેજન કરવા પધારે તો હું હારા આત્માને પુણ્યશાલી– લોકેમાં મુખ્ય માનું. “મરૂદેશસ્થનો વિશ્વાસ કરે નહીં.” એ પ્રમાણે લોકોકિતને જાણતા કુમારપાલરાજાએ તેના આગ્રહનો ભંગ કરી પોતાના પરિવારને તેના ત્યાં જમવા માટે મોકલ્યા. વિક્રમસિંહરાજાએ પણ બહુ ભકિતપૂર્વક નરેંદ્રનો પરિવાર જ માડ. પછી તે લેકે પ્રાસાદની શોભા જેવાની ઈચ્છાથી ચારે
For Private And Personal Use Only