________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
( ૨૧૩) રાજાના સામંતનું મન તેવા પ્રકારનું જાણું અર્ણોરાજ મનમાં સમજી ગયો કે હવે શત્રુને જીતવો મુશ્કેલ નથી. એમ વિચારમાં ને વિચારમાં રાત્રી ચાલી ગઈ, પ્રભાતમાં સૂર્ય પૂર્વાચલપર આરૂઢ થયો, તેમજ વીરપુરૂષોના હૃદયમાં યુદ્ધનો ઉત્સાહ થયા. તે સમયે સરોવરમાં કમલ અને રણસંગ્રામમાં સુભટેનાં મુખ પણ અસાધારણ શોભા પાત્ર થયાં. આકાશમાં અને બંને સૈન્યમાં કુરણયમાન વૈરિરૂપ અંધકારના સમૂહને તિરસ્કાર કરવાની ઈચ્છાથી શૂર (સુભસૂર્યનો પ્રકાશ જામી ગયે. પ્રત્યર્થિ—શત્રુરાજાને મથન કરવાની ઈચ્છાથી ગુર્જરેશ્વરે
પિતાનું લશ્કર તૈયાર કર્યું. સેનિકલોકે બક્તર ગુર્જરેશ્વર. પહેરવા લાગ્યા. જેથી સર્વદિશાઓમાં અવ્યક્ત
શબ્દો વ્યાપી ગયા, જેમના સાંભળવાથી કાયર લોકે કંપવા લાગ્યા અને શૂરવીરસૈનિકે આનંદ માનવા લાગ્યા. યુદ્ધનું નામ સાંભળવાથી પણધાઓનાં અંગ એટલાં બધાં પ્રફુલ્લા થયાં કે, વિશાલ બક્તરોમાં પણ તેઓ કઈ પ્રકારે માઈ શક્યાં નહીં. કેટલાક સુભટો પોતાના જીવનમાં પણ નિરપેક્ષ થઈ સમી. પમાં રહેલાં બક્તરોને પણ શરીરે પહેરતા નહોતા. વળી તે સમયે સુભટોની સ્ત્રીઓ જળના ઘડા અને કરંભક વિગેરે ભાતાં લઈ પ્રીતિપૂર્વક પોતાના પતિની પાછળ જવા માટે તત્કાળ તૈયાર થઈ. ત્યારબાદ હસ્તી ચલાવવાની ક્રિયામાં કુશલ શ્યામલ નામના માવતે તૈયાર કરેલા કલમપંચાનન નામે પટ્ટહસ્તી પર આરૂઢ થઈ શ્રીકુમારપાળરાજા યુદ્ધમાં તૈયાર થયા. જેમનું શરીર સમરાંગણને ઉચિત પોષાકવડે દીપતું હતું, ધનુષ વિગેરે શસ્ત્રોના સંગથી શરીરની કાંતિ બહુ પ્રકાશ આપતી હતી. મહાન પરાક્રમી કેહશુદિક સામંતો જેની પાછળ તૈયાર થઈ નીકળ્યા, એ પ્રમાણે
For Private And Personal Use Only