________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૬)
શ્રીકુમારપાળચરિત્ર. એમની સેવા કરવી જોઈએ. કુલવાન પુરૂષને પોતાના સ્વામીનો ત્યાગ કરવો તે પણ ઉચિત નથી, તે હેને મારી શકાય કેવી રીતે ? અહે? મૂર્ખતાને પ્રકાશ કે હેય છે? અથવા ઇંદ્ર સમાન પરાક્રમી આ રાજાને કેવી રીતે માર? વળી અન્ય કઈ પણ રાજા મારી શકાતું નથી, અને આ રાજા તે સૈન્ય સાથે આવેલ છે, માટે જે તમે પોતાના કુલનું કલ્યાણ ઈચ્છતા હોવ તો પોતાના દ્રોહની માફક સ્વામી દ્રોહ કરશે નહીં. શત્રુઓને પરાજય કરનાર વિક્રમસિંહરાજા પિતાના સામ
તએ કહેલાં વચન સાંભળી કોપાયમાન થયે વિક્રમસિંહપરાક્રમ. અને તે બે , તમે મરણના ભયથી દુષિત
રાજાની પણ સ્તુતિ કરે છે, ભયને વશ થયેલા તમ્હારા ભુજ સ્તંભને પણ ધિક્કાર છે. મહાત્ તેજસ્વી હું વિદ્યમાન છું, તમારે મરણની ભીતિ બીલકુલ રાખવી નહીં, ગજેદ્રની હાજરીમાં નાના હાથીઓને પરાજય થાય ખરો ? કપટકલાથી આ રાજાને હું સુખેથી મારી નાખીશ, જ્યાં આગળ બળ નિષ્ફળ થાય ત્યાં પટનો ઉપયોગ કરાય છે, પોતાના પરાક્રમથી અધિક પરાક્રમી સિંહાદિક પણ કપટથી હણાય છે; એની તે ગણતરી શી છે? કારણ કે જેની અંદર તૃણ સમાન પણ સાર નથી. મહારા મકાનની અંદર અગ્નિના યંત્રવાળું એક ઘર તમે બનાવો. પછા તે ચાલુક્યને અહીં બેલાવીને જમવા માટે તેમાં બેસારીશું, બાદ નીચેથી અગ્નિ સળગાવીશું જેથી તે ઘર એકદમ સળગી ઉઠશે. એટલે તે રાજા કાષ્ઠની માફક બળી જશે, આ ઉપાયથી તેને નાશ કરી આપણા સ્વાધીન રહેનાર બીજા કોઈ ચાલુક્ય વંશના ક્ષત્રિયને રાજ્ય ગાદીએ બેસારીને આપણે અદ્દભુત સુખ ભેગવિશું. એ પ્રમાણે વિક્રમસિંહરાજાએ કહેલું વચન પથ્ય ન હતું છતાં પણ તે પિતાના સ્વામીને હુકમ પથ્યની માફક સર્વ સામં.
For Private And Personal Use Only