________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૪)
શ્રી કુમારપાળચરિત્ર.
કુમારપાલભૂપતિએ સૈનિકોના સમૂહ સાથે ચૌલુકયપ્રયાણ. વાસુદેવ પ્રતિવાસુદેવ પ્રત્યે જેમ શત્રુ રાજા
ઉપર ચઢાઈ કરી. મહાન પરાક્રમી એવા હારી આગળ આ રંક શું કરવાનું છે ? એમ ધારી ક્રોધથી જેમ ભૂપતિએ સેનાના રજેભર વડે શૂર (સૂર્ય) ને ઢાંકી દીધે. ભૂપતિની સેનાથી આકર્ષણ કરાયેલા અચલ-સ્થિર એવા પણ ભૂભૂત પર્વત–રાજાઓ પુજવા લાગ્યા, તે ચલાયમાન શત્રુઓ નાશી જાય તેમાં આશ્ચર્ય શું? તરંગની માફક ચંચલ સુભટો વડે ઘેરાયેલા અને ભૂમિપર ચાલતા સૈનરૂપ સમુદ્રને જોઈ સર્વને ક્ષોભ થયે. માર્ગમાં ચાલતાં દરેક ગામેના મુખ્ય લકે સેવાભકિત બહુ ઉત્તમ પ્રકારની કરતા હતા, તેને સ્વીકાર કરતો ભૂપતિ અનુક્રમે ચંદ્રાવતી નગરીમાં ગયો. તે નગરીમાં વિક્રમસિંહ નામે ઠાકર છે તે બહુ તેજસ્વી અને મહારાજ એવા નામથી પ્રસિદ્ધ હતું, વળી તે કુમારપાલરાજાનેજ સેવક હતા. હંમેશાં રાજસેવા માટે વિક્રમસિંહને પાટણમાં આવવા જવાને બહુ પ્રયાસ પડતો હતો, વળી તે પોતે બહુ સુકેમલ અંગવાળો હતો. તેથી તે બહુ કંટાળેલ હતું. તેવામાં ત્યાં ગયેલા કુમારપાલને જેઠ વિક્રમસિંહને બહુ ક્રોધ થયો અને પિતાના સામંતને
લાવી તેણે મસલત કરી કે, આ કુમારપાલરાજા પ્રથમ જટાધારી બની સમગ્ર પૃથ્વીપર ભીખ માગતા હતા, હાલમાં દેવયોગે આપણે અધિપતિ થયું છે, મૂખની માફક તે વિશેષ કંઈ જાણતો નથી, મુડદા સમાન કૃપણ છે, અહંમન્યની માફક બુદ્ધિને બઠર છે. જેથી આ મૂર્ખારાજા કોઈપણ પ્રસંગે આપણને પૂછતો નથી. માટે એને નમવું પણ અનુચિત છે તે સેવા કરવાની તો વાર્તા જ દૂર રહી, કારણ કે શમશાનભૂલી ઇંદ્રસ્તંભની પૂજાને લાયક થાય નહીં, હંમેશને આ ભિક્ષાચારી કયાં ? અને
For Private And Personal Use Only