________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
શ્રીકુમારપાળચરિત્ર. હારૂં વિરૂદ્ધ કરવા માટે ગયેલી છે. માટે તેનો મોકલેલો તે કુમા રપાલ દાવાનલની માફક અહીં ન આવે તેટલામાં તું ત્યાં જઈને હેને મારી નાખ. હારાવિના બીજે કઈપણ એને મારવાને સમર્થ નથી. કારણ કે મૃગેંદ્રજ અવ્યાકુલ પણે ગજેને મારી શકે છે. આ બાબતમાં હું હને ત્રણ લાખ સોનૈયા ઈનામ આપીશ. એ પ્રમાણે અરાજનું વચન સાંભળી ભટ્ટ બે, જરૂર હું તેને મારીશ. તે સાંભળી રાજા બહુ ખુશી થયે અને તે જ વખતે મેરૂ શિખરની માફક તેટલા સેનયા મંગાવી તેને આપ્યા. રાજાએ ફરીથી હેને પુછયું, તું એને કેવી રીતે મારીશ? સ્વર્ણ દાનથી પ્રસન્ન થયેલ ભટ્ટ બલ્ય, કુમારપાલરાજા સોમવારના દિવસે નક્કી કણમેરૂદેવાલયમાં શંકરના દર્શન માટે જાય છે, ત્યાં હું જટાધારી થઈ દેવશેષા આપવાના બહાનાથી કંકમયી છુરી વડે હેને યમરાજાના સ્થાનમાં મોકલીશ. તે ઉપાય સાંભળી રાજા બહુ ખુશી થયે અને બહુ સારૂ એમ કહી હેને સુવર્ણ આપી તેજ વખતે વિદાય કર્યો. હે પ્રિય? આપને કહેવા માટે આ વૃત્તાંત સાંભળવા હું ત્યાં ઉભી રહી હતી. માટે હુને અહીં આવતાં વિલંબ થયો છે. તેથી આપને ક્રોધ કરવો નહીં. તે સાંભળી આજે શત્રુની ખરી હકીક્ત મ્હારા જાણવામાં આવી એમ સમજી તત્વ પ્રાપ્તિની માફક મંત્રી બહુ ખુશી થયો અને તે સમજ્યો કે જે બાબત શાસ્ત્રમાં પણ સંભળાતી નથી અને જે લેકમાં પણ દેખાતી નથી, તે હકીકત સ્ત્રીઓ કરે છે, બોલે છે અને સિદ્ધ પણ કરે છે. પછી તેણીના ચિત્તની સ્થિરતા માટે મંત્રીએ કહ્યું કે, આ સર્વ વાર્તા હેજ કપેલી છે એમ કેટલાંક વચનવડે હેને અસત્ય કરી. ત્યારબાદ મંત્રીએ તે જ વખતે ચાર પિતાના હોંશીયાર
ચરેને શ્રી કુમારપાળરાજા તરફ મોકલ્યા અને ચરપ્રેષણ તેમની મારફત અરાજનું સર્વવૃત્તાંત
For Private And Personal Use Only