________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(ર૦૧) નથી. આ મંત્રી તેણી ઉપર કૃત્રિમ પ્રેમ રાખતો અને વિરક્તની માફક પ્રવૃત્તિ કરતું હતું. પરંતુ તે દાસી તે પોતાના પતિ તરીકે જ તેને માનતી હતી. કારણ કે સ્ત્રીઓની બુદ્ધિ કેટલી હોય ! બાદ તે દાસીને વિશ્વાસવાળી જાણ મંત્રી હંમેશાં હેને એકાંતમાં રાજાની ખબર પુછતો અને તે દાસીપણ સત્ય વાર્તા કહેતી હતી. એક દિવસે રાત્રીએ આવતાં તે દાસીને બહુવાર લાગી, તેથી મંત્રી ભ્રકૂટી ચઢાવી હેને બહુ ઠપકો આપવા લાગ્યો, રે? નિર્મમે? આટલી બધી રાત્રી ગઈ? લ્હારા માટે વૃથા મારે જાગવું પડે છે, તું બીજે સ્થલે ભમે છે અને કઈ દિવસ પણ ટાઈમસર આવતી નથી, હુને ધિક્કાર છે કે હારી ઉપર મહેં પ્રેમની સ્થિરતા કરી. કોઈ પણ સમયે વિજળીની અંદર શું સ્થિ૨તા હોય ખરી જે મૂઢબુદ્ધિ સ્ત્રીઓમાં પ્રીતિની સ્થિરતા માને છે, તે પુરૂષ ખરેખર વિષવલીઓમાં અમૃતની ઉત્પત્તિ જુએ છે. એ પ્રમાણે કૃત્રિમ ક્રોધના આવેશમાં આવેલા મંત્રીના વચન રસથી હૃદયમાં અત્યંત ભેદાયેલી હોય ને શું? તેમ પ્રસન્ન થયેલ તે દાસી બોલી, હે સ્વામિન? હું આપની ઉપર નિઃસ્નેહ નથી, તમહારાથી બીજો કોઈ મહને પ્રિય નથી, પરંતુ દાસત્વથી પ્રાપ્ત થયેલું પરવશપણે અહીં કેવલ અપરાધી છે. અહો? સેવક જનનું કઈપણ અલકિક ચાતુ હુને ભાસે છે. કારણ કે તેઓ પરાધીનતારૂપ નરકાવાસમાંથી સુખની ઈચ્છા કરે છે. પરંતુ આજે મહારા વિલંબનું કારણ તું સાંભળ. જેથી ત્યારે ક્રોધ પાણીથી અગ્નિની માફક જલદી શાંત થાય. હાલ હું સ્તંભની છાયામાં ઉભી હતી ત્યારે વ્યાકુલ થયેલા અર્ણોરાજ ભૂપતિએ ચારાજ નામે ભટ્ટને બોલાવી એકાંતમાં સ્પષ્ટ રીતે કહ્યું કે, હારી સ્ત્રી હાસ્યથી ક્રોધાતુર થઈ છે અને વૈરિણીની માફક સ્વેચ્છા ચારિણી બનીને પોતાના બંધુ ચાલુક્યની પાસે
For Private And Personal Use Only