________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(૧૯) શોભતા હતા. ગુર્જરનાં મસ્તકો શિવેદન રહિત હોવાથી ગુર્જરેને મુંડિત એમ કહીને અરાજ સોગઠારૂપ મુંડિઆએને તું માર એ પ્રમાણે પોતાની રાણીને કહે છે. એવી રીતે ગુર્જરેનું ઉપહાસ કરતા પિતાના સ્વામીને દેવલદેવીએ કહ્યું, હે દેવ ? મહારા દેશની હાંસી છોડીને મહારી સાથે તહારે હાસ્ય કરવું. એ પ્રમાણે સ્ત્રીએ ના પાડી તોપણ અર્ણોરાજ હેને ચીડાવવા માટે બાલકની માફક હાસ્યવડે તેજ વાક્ય વારંવાર બોલવા લાગ્યા. રાણું બહુ ક્રોધાતુર થઈ ગઈ અને તે બોલી, હે જામ? વિચારીને કેમ બોલતે નથી? તું જેતે નથી? ગુર્જરોની હારી આગળ તું નિંદા કરે છે? હારાદેશના આ લેકે શરીર પુષ્ટ, કેપીન માત્ર વસ્ત્ર પહેરનાર, વિવેકહીન, શૂરવાણું અને પિશાચની માફક વિકરાળ અંગવાળા કયાં? અને સુશોભિત અંગવાળા, વસ્ત્ર તથા અલંકારોથી વિભૂષિત, વિશુદ્ધ ચરિત્રવાળા અને મધુર ભાષણ કરતા પૃથ્વી પર રહેલા દેવ હોયને શું ? તેવા ગુર્જરદેશના લોકો કયાં? રે? મત્ત થયેલ છે જે પોતાની સ્ત્રી જાણીને મહારાથી બહીત નથી પણ રાજાઓનેત્રાસ આપવામાં સાક્ષાત્ રાક્ષસ સમાન મહારા બંધુથી કેમ બહીત નથી? હારો અંત કરનાર આ વૃત્તાંત હારા ભાઈને જે હું જણાવું તે, તું બોલ? કોના આશ્રયથી જીવીશ? તે સાંભળી અર્ણરાજ બહુ ક્રધાતુર થઈ ગયો અને તે બા, રે? વૃથા માનિનિ ? ભાઈનું બલ જણાવીને નપુંસકની માફક હુને કેમ હીવરાવે છે? શું? લ્હને મહે નથી જોઈ? અથવા હારા ભાઈને શું હું નથી ? જે હંમેશાં આજ સુધી ભિક્ષા માગતો હતો અને હાલમાં બહુ દુ:ખથી હેને રાજ્ય મળ્યું છે. હે જડબુદ્ધિ? ઉચ્છળ પણ ચાલુક્ય હુને પહોચે તેમ નથી. કારણ કે મદોન્મત્ત હાથી સિંહને મારી શકે નહીં. મૃત્યુ પણ હારી આગળ અશકત છે, તે હારાભાઈની શી
For Private And Personal Use Only