________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસગ.
(૨૦૩) જણાવી દીધું. કુમારપાલરાજા પણ તે ભટ્ટને જાણવા માટે બહુ પરાક્રમી સુભટને સાથે લઈ સમવારે મેરૂગિરિસમાન ઉન્નત એવા કર્ણમેરૂમંદિરમાં ગયે. ત્યાં દર્શન કરી કુમારપાલનરેશ સાવધાનપણે ઉભે હતું તેટલામાં વ્યાઘ્ર સમાન નિર્દય એ વ્યાધ્રરાજ જટાધારી બની રાજાની પાસે આવ્યા. શેષા આપવાની ઈચ્છાથી જેટલામાં તે ભટ્ટ નજીકમાં આવ્યો કે તરતજ લખેલા સંકેતવડે કુમારપાલરાજા તેને અભિપ્રાય સમજી ગયે અને દષ્ટિવડે પ્રથમ સંકેત કરેલા મલે પાસે તેને ચોરની માફક બંધાવી તેને તપાસ કરતાં તેની પાસમાં કંકપત્રની છરી જોવામાં આવી. તેથી ભૂપતિને ઘણે ગુસ્સે થયા અને તેને નિશ્ચય થયે કે આ દુષ્ટ જરૂર હને મારવા માટે જ આવેલો છે, છતાં પણ તેણે પ્રફુલ્લ વદને પૂછ્યું, તું કેણ છે? તું કે સેવક છે? અને હવે અહીં કોણે મોકલ્યા છે ! રે ? અધમ? તું જીવવાની ઈચ્છા રાખતા હોય તે આ સર્વ સત્ય હકીકત જાહેર કર. તે સાંભળી વ્યાધ્રરાજ બહુ ગભરાયે, સત્ય વૃત્તાંત તેણે નિવેદન કર્યું, રાજાએ કહ્યું, રે દૂત ? હવે તું મરણને ભય રાખીશ નહીં. જીવ માત્ર કર્મવડે ઉત્પન્ન થાય છે અને હંમેશાં સેવક સ્વામીને આધીન હોય છે, માટે તું હારો અપરાધી નથી. જેમ કુકર્મથી પ્રેરાયેલે કોઈ પણ માણસ સાધુ પુરૂષને ઉપસર્ગ કરનાર થાય છે, તેમ તું પણ હારા સ્વામીના કહેવાથી હુને મારવા માટે આવ્યા છે. જેમ મુનિ મહારાજ ઉપસર્ગ કરનારને છોડી દઈ કર્મને હણે છે, તેમ હું પણ હુને મુક્ત કરી હાલમાં મ્હારા સ્વામીને મારીશ. એમ કહી મહાન પરાક્રમી શ્રીકુમારપાલરાજાએ વ્યાધ્રરાજને સુંદર બે વસ્ત્ર પહેરાવીને વિદાય કર્યો. અહા ! ચાતુર્યની સીમા હોતી નથી.
પિતાની બહેન દેવલદેવીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે શ્રી
For Private And Personal Use Only