________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨)
શ્રી કુમારપાળચરિત્ર. શા માટે તું વૃથા નિદે છે. કારણકે હવે ત્યારે ઉપકાર કરવાને સમય આવ્યા છે. વિન? કૃતજ્ઞપુરૂષોમાં ચૂડામણું સમાન કેવલ તું જ છે. પોતાના પૂર્વજની માફક હારે વિષે જેની આવી ઉત્તમ પ્રકારની ભક્તિ શોભે છે. વળી તું જે મહને રાજ્યસંપત્તિ માટે પ્રાર્થના કરે છે, તે હારી ભક્તિ આગળ શા હીસાબમાં છે? પરંતુ હે રાજન ? તે રાજ્યવૈભવ હમારે ચારિત્રધારિને વેગ્ય નથી. “સર્વ સંગને ત્યાગ કરવો તે ચારિત્ર કહેવાય ” એમ શ્રીછદ્રભગવાને કહેલું છે. જળના સંયેગથી ચિત્ર જેમ રાજ્યવડે ચારિત્ર નષ્ટ થાય છે. સંયમશ્રી અને રાજ્યશ્રી એ બંને પરસ્પર વિરેાધી છે, કારણકે સપતી-શેક્ષની માફક એકના આગમનથી બીજીને નાશ થાય છે. હે મહીનાથ? કૃતજ્ઞતાને લીધે જો તું પ્રત્યુપકારની ઈચ્છા કરતું હોય તો પિતાને હિતદાયક એવા જૈનધર્મમાં પોતાનું મન સ્થિર કર. પ્રથમ પણ હે આ પ્રમાણે હારી આગળ પ્રતિજ્ઞા કરેલી છે. માટે હાલમાં પિતાનું વચન તું સત્ય કર. કારણકે સત્પરૂનું વચન કદાપિ મિથ્યા થતું નથી. એ પ્રમાણે નિ:સ્પૃહની માફક સૂરીશ્વરની નિર્લોભતા જોઈ કુમારપાળ વિસ્મિત થયે અને વિનયપૂર્વક ગુરૂપ્રત્યે બે, હે પ્રભે? આપના કહેવા પ્રમાણે સર્વથા હું ધીમે ધીમે વતીશ, પરંતુ નિધિની માફક આપને સમાગમ હું ઈચ્છું છું. આપના સમાગમથી હારા હૃદયમાં કંઈક તત્વની પ્રાપ્તિ થાય, કારણકે તત્ત્વપ્રાપ્તિમાં સત્સંગ એજ મુખ્ય ઉપાય કહેલો છે. એ પ્રમાણે નરે. દ્રનું વચન અંગીકાર કરી હેમચંદ્રાચાર્ય અવકાશના સમયે રાજા પાસે જઈને પ્રસંગોપાત્ત ધર્મબોધ આપતા હતા. ગુરૂની વિશેષ વાણીરૂપ કતકક્ષેદચૂર્ણના વેગથી જલાશયની માફક રાજાનું હદય નિર્મલ થવા લાગ્યું. દિવસના આઠ ભાગ તેમાં પ્રથમ ભાગમાં રક્ષણ, આવક અને જાવકને વિચાર, બીજા ભાગમાં નગરના
For Private And Personal Use Only