________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૮૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
વિજયયાત્રા.
આભીર દેશમાં ગયા. ત્યાં પ્રકાશા નગરીના અધિપતિને પેાતાના પરાક્રમવર્ડ ચાલુકયરાજાએ પેાતાના સેવક કરી સ્થાપન કર્યા. બાદ ત્યાંથી પાછા ફરીને વિંધ્યાદ્રિ પર્વતમાં આળ્યે, ત્યાં આવેલી પલ્લીને હસ્તી વેલીને જેમ આક્રમણ કરી તેના અધિપતિના પુષ્કળ દંડ લીધેા. તેમજ દેશાંતરીય ઘણા અશ્વ, મણિરત્ન અને દુકુલાર્દિક અહુ ભેટ લઇ લાદેશના અધિપતિ ઓસરી બ્રાહ્મણુ ગુજરેંદ્રની સ્ડામે આવ્યે અને તેણે બહુ સેવા કરી. ત્યારખાદ લવણુ સમુદ્રના કીનારે અન્ય રાજાઆને પેાતાને વશ કરતા કુમારપાલરાજા તીર્થંભૂમિપ સુરાષ્ટ્ર દેશમાં ગયા. સ્ફુરણાયમાન છે પ્રચંડ ખાણુ જેનાં એવા શ્રીચાલુકયના યુદ્ધના પ્રભાવથી કામીપુરૂષના સંગ રસથી દ્રવીભૂત સ્ત્રી જેમ સુરાષ્ટ્રદેશના અધિપતિ પલાયન થઇ ગયા, એમાં શું આશ્ચય ? પછી શ્રીકુમારપાલરાજાએ પ્રભાસક્ષેત્રમાં સ્નાન કર્યું. શ્રીચંદ્રપ્રભસ્વામીનાં દર્શન કરી વંદન કર્યું. પછી સૂર્ય સમાન કાંતિમાન્ શ્રીકુમારપાળભૂપતિએ મદોન્મત્ત થયેલા કચ્છદેશના રાજાઓના પરાજય કરવા તે દેશમાં પ્રયાણુ કર્યુ. ત્યાં કચ્છીરાજાએ એકત્ર થઇ ભૂજખલના પ્રભાવથી મક્તર શસ્ત્રાદિક સહિત પોતપોતાનો સેના સાથે યુદ્ધમાં ઉતર્યો, મેઘ માંડલને વાયુ જેમ શત્રુઆએ કુમારપાલના સૈન્યના પરાજય કર્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદ પેાતાના સૈન્યના પરાજય જોઇ ઇંદ્રસમાન પરાક્રમી શ્રીકુમારપાલરાજાએ અનિવાર્ય ખાણાની વૃષ્ટિવર્ડ મેઘની માફક દિવસને અંધકારમય કર્યા. કચ્છદેશના નેતાઓએ મસ્તર હું રેલાં હતાં, છતાં પણ તેમનાં શરીર ચાલુકયના ખાણેાવડે વિધાઇ ગયાં. જેથી તેમણે ચાલુકયની આજ્ઞા મસ્તકે ધારણ કરી. પછી ગુર્જરેશ્વરે ત્યાંથી પંચનદેશમાં પ્રયાણુ કર્યું, તે દેશના રાજાને નકાસાધન વિશેષ હતું, તેથી તે બહુઉદ્ધતતા.
For Private And Personal Use Only