________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૧૯૧ ) થયેલા હારા સ્વામીને કઈ મંત્રીએ પણ ન સમજાવ્યું કે તુચ્છ બુદ્ધિને લીધે તે અગ્નિમાં પડવાની ઈચ્છા કરે છે. વળી તે દૂત ? જંગલની અંદર મદોન્મત્તગજેને કેણ વશ કરે? ગિરિગુફામાં સુતેલા સિંહને કણ જગાડવાને તૈયાર થાય? વાસમાન કઠિન પર્વતને મુષ્ટિવડે કેણુ ચૂર્ણ કરે? કાંઠોને ભેદનાર જળવાળા સમુદ્રને હાથવડે કેણ તરી શકે? અનિવાર્ય પોતાના પરાકેવડે મોં દરેક શત્રુઓને વશ કર્યો છે તે હવે કઈ પણ એહવે બલિષ્ઠરાજા નથી કે હારી સાથે યુદ્ધ કરી શકે ? ત્યારે સ્વામી હારી સાથે યુદ્ધ કરે તેવી આશા તે શા માટે કરે છે? કારણ કે ઈદ્ર પણ વાંકી દષ્ટિવડે મહને જેવાને સમર્થ નથી ! માટે હે દ્વત? હારા સ્વામીને જઇને તે કહે કે મૃત્યુરૂપ દંડ હું ન્હને આપીશ, પણ લક્ષમીમય દંડ આપીશ નહીં. એ પ્રમાણે તને કહી સભામાંથી હેને વિદાય કર્યો અને મૂળરાજ પિતે તેજ વખતે યુદ્ધક્રીડા માટે તૈયાર થશે. સૈનિક સાથે પિતે નગરમાંથી હાર નીકળે અને શત્રુ હામે ગયે. કારણ કે ગંધહસ્તિ સમાન તેજસ્વી પુરૂષ અન્યને સહન કરતા નથી. મહાન તેજસ્વી જે સુભટના હાથમાં ધનુદંડ રહેલા છે, કટી ભાગમાં બાણના ભાથાઓ લટકે છે, શરીરે બતર પહેરેલાં છે, બહુ રેષથી જેમનાં મુખ લાલ થઈ ગયાં છે, નેત્રાને દેખાવ બહુજ ભયંકર લાગે છે, એવા તે સુભટો સાક્ષાત્ રૂદ્રરસના અધ્યક્ષ હેયને શું ? વળી યુગાંત કાળમાં ખળભળેલા સમુદ્રના સર્વત્ર ઉછળતા તરંગો હોયને શું ? તેવા શત્રુઓના સુભટ ગુર્જરેશ્વરના સુભટના જોવામાં આવ્યા. પછી તે બંને સૈન્યના સુભટએ પરસ્પર ચુદ્ધને પ્રારંભ કર્યો. ત્યારે ઘડા, હાથી અને સુભટેના શબ્દોને લીધે મહાન કલાહલ થયા. રણસંગ્રામમાં રસિક એવા મૂળરાજના સુભ કુમારપાળના સૈનિકોને મારવામાટે તૂટી પડયા.
For Private And Personal Use Only