________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર. સાક્ષાત્ જોતા હોય તેમ પોતાના સ્થાનમાં પણ કોઈ દિવસ નિદ્રા લેતા નથી અને હંમેશાં ભીતિવડે જાગ્રત રહે છે. વળી મહા બલવાન જે રાજા દિપ્યાત્રાએ નીકળે છતે કાશ્મીરદેશને રાજા બહુ શોકમાં પડ્યો છે, વિદેહભૂપતિ પિતાના હૃદયમાં આ નંદ માનતા નથી, કલિંગદેશને અધિપતિ પણ પિતાનું સ્થાન ત્યજી ગમે છે, અને યુદ્ધને ઈચ્છતો નથી, સૌરાષ્ટ્રને અધિપતિ પિતાના દેશમાં રહેતો નથી, અને મગધ દેશને રાજા બહુ આપત્તિમાં આવી પડ્યો છે. આશ્ચર્ય માત્ર એટલું છે કે, મહાન પરાકમી જેના ભુજનો પ્રતાપ શત્રુઓમાં ફેલાએ તેમની સ્ત્રી વર્ગના વૈધવ્ય ચિન્હાવડે સ્પષ્ટ દેખાય છે, તે ગુર્જરેશ્વર ચાલુક્ય શ્રીકુમારપાળરાજા ભૂમંડલને વિજય કરતો અહીં આવેલ છે. અને તે મહારા મુખથી લ્હને જણાવે છે કે, હે બુદ્ધિમત્તે વૃત્તાંત તું સાંભળ, જે તું હંમેશાં આનંદની ઈચ્છા કરતો હોય તે સ્વર્ણ, અશ્વ, ધન વિગેરે અખંડ દંડ આપીને જલદી મહને પ્રસંન્ન કર. અન્યથા પરિવાર સહિત ત્વને યમરાજાને અતિથિ કરીશ, અને આ લ્હારા નગરને પણ હું અરણ્યતુલ્ય કરીશ. આ પ્રમાણે દૂતનું વચન સાંભળી સર્વ સભાના લેક પણ ક્ષેભ પામ્યા અને વાયુના પ્રકંપથી પ્રાસાદ પર રહેલી વજશ્રેણીની માફક કંપવા લાગ્યા. મૂળરાજનપતિ બહુ ક્રધાતુર થઈ ગયો, અને બ્રકૂટીના
મિષથી કે ધાગ્નિના ધમસ્તામને ધારણ કરતે મૂળરાજ. હાયતેમ તે બોલવા લાગ્યું, રે દૂત ? ભૂતની
માફક તું જેમ તેમ શું બોલે છે? લ્હારા વિના બીજે કઈ આવી રીતે બોલી શકે નહીં, જો કે ત્યારે રાજા તે મૂખ છે પણ તુએ કેમ ભૂખ થયે છે? અથવા જે સ્વામી હેય તે તેને પરિવાર પણ હોય છે. આ કુકર્મ કરવાને તૈયાર
For Private And Personal Use Only