________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪)
શ્રી કુમારપાળચરિત્ર. અને લજજાને લીધે નીચું મુખ કરી કુમારપાળરાજા પ્રત્યે બે હે દેવ? ત્યારે ભુજબલરૂપી સમુદ્ર કેના આનંદ માટે ન થાય, જેની અંદર મ્હોટા પર્વત અને રાજાઓ પણ એકદમ ડુબી જાય છે. જે પ્રતાપરૂપ સૂર્યવડે હેં જલબિંદુની માફક શત્રુઓને નિનામ કર્યા હતા, તે મ્હારા પરાક્રમરૂપ સૂર્યને હાલમાં તું અસ્તાચળ સમાન થયે. આજસુધી હે મહારા ભુજબળવડે અન્ય રાજાઓ પાસેથી દંડ લીધો હતો, તે હાલમાં હને આપવો પડશે. કારણ કે દેવગતિ બલવાનું છે. માટે હે રાજન હવે રણસંગ્રામથી તું નિવૃત્ત થા, હારૂં કહેવું માન્ય કર, જેથી બંને સૈનિકે મરણ ભયથી મુક્ત થઈ જીવતા રહે. એ પ્રમાણે મૂળરાજનું વચન સાંભળી શ્રી કુમારપાલરાજા તેનું વચન માન્ય કરી યુદ્ધથી નિવૃત્ત થયા. કારણ કે માનિ પુરૂ માન મળવાથી અનુકૂલ થાય છે. પછી કુમારપાલનરેંદ્રના સૈન્યમાં ઉછળતા પ્રદરૂપ સાગરના તરંગ જન્ય શબ્દોની માફક મધુરસ્વરે જય જય ધ્વનિ થવા લાગ્યા. પ્રાપ્ત થયેલી જયશ્રીના પ્રાવેશિક ઉત્સવ માટે જેમ નાના પ્રકારનાં વાજીંત્ર વાગવા લાગ્યાં અને ધ્વજ પતાકાઓ સર્વત્ર બંધાઈ ગઈ. તે સમયે પિતાને સુભટ માનતા ગુર્જરેશ્વરના સૈનિકે હૃદયમાં આનંદ માનવા લાગ્યા. “ખરેખર બલવાન શત્રુને જીત્યા શિવાય બેલની પરીક્ષા થતી નથી.” હસ્વ-નાના કાનવડેઇંદ્રના અશ્વને જીતનાર ઘડાઓની ભેટ કરીને મુલતાનનશે વિનયપૂર્વક શ્રી કુમારપાલભૂપતિને પ્રસન્ન કર્યો, પિતાને મોટા માનનાર અને અભિમાની બીજા પણ ઉત્તર દેશના રાજાઓને કુમારપાલભૂપે સામે તેની માફક ક્રીડા માત્રથી પિતાને સ્વાધીન કર્યા. શકદેશમાંથી પાછા વળતાં ધર્મવિજયી શ્રીગૂર્જરેશ્વરે જાલંધર, જય, શલ્ય અને મરૂ આદિક રાજાઓને પિતાને તાબે કર્યા, શ્રી કુમારપાલરાજાએ ચારે દિશાઓમાં
For Private And Personal Use Only