________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રીકુમારપાળચરિત્ર. વડે નૃત્ય કરતું હોય ને શું ? તેવા તે નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે અનેક પ્રકારના સુંદર અલંકારને ધારણ કરતી, પ્રઢ વિલાસને પ્રસિદ્ધ કરતી, ભાવડે પુરૂષ રાજ્યમાં પણ સ્ત્રી રાજ્યને
બતાવતી હોય ને શું? વળી વાઈરૂપ માંત્રિક ધ્વનિના હુંકારાવડે ખેંચાઈ હેય ને શું? તેમ તે નગરની પ્રમદાઓ રાજદર્શનની ઈચ્છાથી ધોડતી હતી. તેમાં કેટલીક સ્ત્રીએ જોવાના હર્ષથી અધું ભજન કરી ઉઠી ગયેલી, કેટલીક સ્ત્રીઓએ રતાં બાલને છોડી દીધાં, કેટલીક સ્ત્રીઓ અર્ધા વસ્ત્રાભૂષણ પહેરીને રાજમાર્ગમાં આવી ઉભી, કેટલીક સ્ત્રીઓ ઝરૂખાઓમાં બેસીને જેવા લાગી, કેટલીક સરયાન રસ્તાઓમાં ચાલી ગઈ, કેટલીક વરંડાઓ ઉપર ચઢી ગઈ, એ પ્રમાણે પરાંગનાઓ રાજદર્શનમાં બહુ ઉત્સુકતા ધારણ કરવા લાગી. તેમજ તે સમયે અગાશીઓ પર અને ગવાક્ષમાં બેઠેલી સ્ત્રીઓનાં કંઠસુધી દેખાતાં મુખવડે ખરેખર સેંકડે ચંદ્રવાળું આકાશ દેખાવા લાગ્યું. કેટલીક સ્ત્રીઓ અંજલિવડે સમુદ્રનું પાનકરનાર અગસ્તમુનિને જીતવાની ઈચ્છાવડે શ્રીકુમારપાલરાજાના લાવણ્યરૂપ સમુદ્રને દષ્ટિના પ્રાંત ભાગવડે પાન કરતી હતી. કેટલીક સ્ત્રીઓ રાજપ્રવેશના મહોત્સવને ઉચિત-ધાણીને ફેંકતી હોય તેમ પ્રેમરસવડે ઉજજવલ એવા કટાક્ષને નરેંદ્ર પર ફેંકતી હતી, જેનું યશ આ દુની થામાં પણ નથી માતું તે રાજા સ્ત્રીઓના સૂક્ષમ એવા પણ હૃદયની અંદર સમાઈ ગયો એ મોટું આશ્ચર્ય છે. પ્રેઢ નેત્રરૂપ અંજલિઓવડે નરેંદ્રના સંદર્ય રૂપ અમૃતનું વારંવાર પાન કરતી નગરની સ્ત્રીઓની ક્ષુધા શાંત થઈ ગઈ. નરેંદ્રના દર્શનથી ઉત્પન્ન થયેલો હર્ષ સ્ત્રીઓના હૃદયમાં નહીં માતે હોય તેમ રોમાંચના મિષથી બહાર પ્રગટ થતો હતો. એ પ્રમાણે દરેક સ્થળે નગરની સ્ત્રીઓએ નિરીક્ષણ કરાતા શ્રી કુમારપાલરાજા અપૂર્વ લક્ષમી
For Private And Personal Use Only