________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૧૮૭) મેલા નર્મદાના જલમાં ગજેન્દ્રોએ ઘસમય ક્રીડાવડે વ્યતીત કર્યો. ચૂર્ણકરેલા કપૂરના સમૂહવડે યુક્ત હોય તેવા સુંદર રેતીવાળા નદીના કિનારા પર સ્વારે પોતપોતાના ઘડાએને શ્રમદુરકરાવવા માટે ફેરવવા લાગ્યા. પછી સૈન્યના સર્વ અધોએ જલની અંદર ઉતરી સ્નાન કર્યું, તત્કાલ સમુદ્રમાંથી નીકળેલા સૂર્યના અશ્વ સમાન સંખ્યાબંધ તેઓ દીપવા લાગ્યા. તે નદીને કિનારો આંબા વિગેરે વૃક્ષોનાં પવફથી બહુ રમ
ય હતો, છતાં પણ ઉષ્ટ્રને સમૂહ ખીજડાઓના વનમાં આનંદ માનવા લાગ્યા. પ્રાયે “દરેક જંતુઓને પોતાને ઉચિત વસ્તુને લાભ થાય ત્યારે જ આનંદ મળે છે.” બળદીઆએ અમૃતસમાન સ્વાદિષ્ટ પ્રવાહનું જલપાન કરી નદીના કાંઠા પર દ્રાક્ષાસમાન સુકોમળ દુર્વાદિક ઘાસ ચરી તૃપ્ત થયા. ગ્રીષ્મઋતુના તાપથી તપી ગયેલા સૈનિક ફેકો નદીના ઠંડા જલમાં સ્નાન કરી અમૃતના અભિષેક સમાન આનંદ પામ્યા. મિત્રોની સાથે શ્રીકુમારપાલ રાજાએ હસ્તીઓના સમૂહ સાથે ગજેન્દ્ર જેમ નદીના મધ્ય પ્રદેશમાં જલક્રીડા કરી. જેનું જલ કમલોના ખરતા પરાગ વડે પીળાશ પર હતું અને મંદ મંદ પવનને લીધે જેની અંદર તરંગે ઉચ્છળતા હતા, તેમજ તે પ્રવાહની અંદર લમી સમાન સુંદર એવી અંતઃપુરની સ્ત્રીઓ કીડા કરવા ઉતરી, નેત્રાનાં અંજન અને શરીરે શ્રીખંડનો લેપ ધોવાવાથી ક્ષણમાત્ર અસંભવ છતાં પણ તે નર્મદાનદી યમુના નદીની ભ્રાંતિ આપતી હતી અને બહુ આનંદથી તે સ્ત્રીઓ એક બીજી પર જલ સિંચન કરતી હતી. તેમજ કંઠમાં પુષ્પમાળાઓ ધારણ કરતી અને સુંદર પદ્ધોના આભૂષણેથી મનેહર સૈનિકની સ્ત્રીઓ દેવીઓની માફકકાંઠાના વનમાં ચિરકાલ વિહાર કરવા લાગી. એમ રેવાનદીના કિનારે સર્વ સૈનિકેએ આનંદ કર્યો..
શ્રીકુમારપાલભૂપતિ સૈન્ય સહિત નર્મદા નદી ઉતરીને
For Private And Personal Use Only