________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૧૮) પ્રચંડ કાંતિરૂપ વિજયના ચમકારા સહિત અને નમાર્ગને સ્પર્શ કરતું રથરૂપી મેઘમંડલ ચાલતું હતું. તેમજ અનેક રૂપને પ્રાપ્ત થયેલા મૂર્તિમાન્ વીરરસ સમાન, હસ્તમાં ખગ્ન લતાએને કંપાવતા પદાતિ-પગપાળાઓ અપૂર્વ ઉત્સાહથી નીકળ્યા. યુદ્ધની શ્રદ્ધાવડે ચોદ્ધાઓ, પરાધીનતાવડે સેવકલેકે, જોવાની ઈચ્છાવડે રસિક લેકે, લુંટવાની ઈચ્છાવડે ચાર લોકે, કામ કરવાની ઈચ્છાથી ચાકર લેકે , દ્રવ્યાદિકની ઈચ્છાવડે બ્રાહ્મણ વર્ગ અને વેપારની ઈચ્છાથી વણિકલાક સૈન્યની સાથે નીકળ્યા. નરેંદ્રના પ્રયાણ કાલમાં અતિશય ગર્જના કરતા અનેક વાજીત્રાના નાદવડે તથા સૈન્યના સંચારવડે શત્રુ રાજાઓ અને પર્વતે બંને કંપવા લાગ્યા. અની ખરીઓના આઘાતથી ઉખડેલા અને અનેક રાવડે કચરાયેલા ધૂળના સમૂહ મેઘની માફક આકાશમંડલમાં વ્યાપી ગયા. જેથી સૈનિક લોકો અંધ સમાન બની ગયા, બહુ દૂર ફેલાયેલા ધૂલીપુજને હસ્તીઓએ દયાને લીધે જેમ મદજલવડે શાંત કર્યો. હાથી, ઘોડા, મનુષ્ય, બળદ અને ઉંટાના સમૂહવડે વ્યાપ્ત તે સૈન્યને જોઈ લેકે જગતને એકત્રિત થયેલું હોય તેમ માનવા લાગ્યા. પ્રથમ જાવાલપુરના રાજાએ પોતાના પૂર્વજની માફક ચ
લુકય વંશમાં ચંદ્ર સમાન શ્રી કુમારપાલને બહુ રાજસેવા. સત્કાર કર્યો અને બહુ પ્રકારની ભેટ પણ કરી.
ત્યાંથી ચાલતાં અનુક્રમે સપાદલક્ષ નામે દેશમાં ગયા. ત્યાં પોતાના બનેવી અણુરાજનામેભૂપતિએ સેવા કરી, તેને સ્વીકાર કરી શત્રુ રાજાઓના શિક્ષક તરીકે પ્રવૃત્ત થયેલ શ્રી કુમારપાલરાજા ત્યાંથી આગળ ચાલ્યા. સૈન્યના સંચારથી ઉચ્છળતી ધુળવડે રાજા તથા પર્વતને આછાદન કરતાં ગુજરેશ્વર
મંડલમાં ગયો. તે દેશના રાજાએ લોકેના મુખેથી સાંભળ્યું
For Private And Personal Use Only