________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथचतुर्थसर्गः
શ્રીમાનકુમારપાલરાજાને દિગ્વિજ્યની ઈચ્છા થઈ, સંધિ,
વિગ્રહ, યાન, પ્રયાણ કર્યા પછી પોતાના સ્થા દિગ્વિજય. નમાં રહેવું, અન્ય લોકોને ભેદ કરો અને
અન્યનો આશ્રય લે એ છયે ગુણ–ઉપાયના પિતે જાણકાર હતા, તેમજ પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ શકિત તથા સિદ્ધિ અને ઉદય એ સર્વે જેને સિદ્ધ હતાં, વળી નીતિ શાસ્ત્રનું રહસ્ય માત્ર એટલું જ છે કે, પોતાના અને શત્રુના બલને તપાસ કરી રાજાએ શત્રુઓ સાથે વિજયની ઈચ્છા કરવી. આ સર્વ પ્રકારની આબાદી જે ભૂપતિએ મંત્રી, સામતે સાથે વિચાર કરી ઉત્તમ પ્રકારના મુહૂર્તમાં દિવિજય માટે પ્રયાણ કર્યું, તે સમયે સાતે રાજ્યાંગની લમી સમાન પોતાના ગોત્રની વૃદ્ધસ્ત્રીઓએ મંગલ ક્રિયા કરી, સાક્ષાત્ જયની મૂર્તિ સમાન પ્રઢ હસ્તી ઉપર શ્રીમાન કુમારપાલમહીપાલ આરૂઢ થયા. જેમના મસ્તકપર એકત્ર થયેલું યશ હેયને શું? તેમ અતિ ઉવલછત્ર શોભતું હતું, આગળ બંદીવૃંદ બિરૂદાવલી બેલતા હતા, જેથી કીર્તિરૂપ કલોલની ક્રીડાઓ વડે દિગચક્ર વાચાલિત થઈ ગયું. તેમજ સ્વર્ણભૂષણોના મિષથી ચારે બાજુએ મૂર્તિમાન હાયને શું ? તેવી કાંતિના સમૂહવડે આક્રાંત થયેલા સામંત કે તેમની પાછળ નીકળ્યા. પલાણ રૂપી પાંખે અને મદરૂપી ઝરણાઓને ધારણ કરતા જંગમ પર્વતે હાયને શું ? તેમ તે સેનાની અંદર ગજેન્દ્રો દીપતા હતા, અન્યરૂપ ધારણ કરી આવેલા તાક્ય–ગરૂડ, કિંવા દષ્ટિગોચર થયેલા પવન હોય તેમ ચંચલ ગતિવાળા ઘડાઓ ચાલતા હતા, સેનાના વજદંડની
For Private And Personal Use Only