________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૫૯) પછી રાજાની સાથે તેઓ સરેવર પર ગયા. હંમેશને સમય થયે એટલે તે મસ્તકે બહાર નીકળી “બુડે છે” એમ ત્રણવાર કહ્યું ત્યારે લોભથી ડુબે છે એવો બ્રાહ્મણને જવાબ મળવાથી હસીને ફરીથી તે બોલ્યું, મહારે આશય બરાબર તમે સમજી શક્યા છે. રાજાએ મસ્તકને પૂછયું, તું કેણ છે? આ પ્રમાણે બોલવાનું
ત્યારે શું પ્રયોજન છે? મસ્તકે કહ્યું, મસ્તકમાં પપ્ર. રહેલે કેલીકિલ નામે હું વ્યંતર છું અને
આપના પંડિતોની હશીયારી જેવા માટે એ પ્રમાણે મ્હારૂં બોલવું થતું હતું. આજે એને ઉત્તર મળવાથી હવે હું અહીં આવીશ નહીં. એમ કહી તે વ્યંતર ત્યાંથી અદશ્ય થઈ ગયે. રાજાએ પંડિતોને બહુ સત્કાર કર્યો. આ મસ્તકવા
ની પ્રસિદ્ધિ માટે ભૂપતિએ આ ચૈત્ય બંધાવ્યું છે. અને એની અંદર પાષાણુનું મસ્તક બનાવરાવીને સ્થાપન કર્યું છે, તેથી સર્વ લેક એની પૂજા કરે છે, કારણકે રાજઆજ્ઞા બહુ બળવાન હોય છે. આ પ્રમાણે તે મસ્તકની વાર્તા સાંભળી કુમારપાલનું હદય આશ્ચર્યથી ભરાઈ ગયું, પછી તે વનની અંદર કેસરી જેમ કાંચીપુરીમાં ગયે. ત્યાં અનેક પ્રકારનાં કૅતુક જેવાથી આનંદને આધીન થયેલા કુમારપાલે રાજાની માફક સ્વસ્થ ચિત્તે કેટલાક સમય વ્યતીત કર્યો. ધર્મશ્રદ્ધાલુ અને નિર્દોષ ભક્તિમાન કુમારપાલત્યાંથી પ્રયાણ
કરી આગળ ચાલ્ય, નિરંતર પ્રયાણવડે તે પ્રતાપસિંહરાજા. મહિનાથ દેશના આભૂષણ સમાન કલંબ
નગરમાં ગયે. અરણ્યમાં પ્રયાણ કરવાથી બહુ શ્રમને લીધે સુંદર છાયાવાળા વૃક્ષેથી વિભૂષિત એક સરોવરના કાંઠા પર ગજેદ્રની માફક તે વિશ્રાંતિ લેવા બેઠો. મયુરના કલાપને તાંડવ કરાવતે, વારંવાર જલબીંદુઓનું પ્રેક્ષણ-સિંચન કરતા
For Private And Personal Use Only