________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૬) દર્શનકરી કુમારપાલ નંદ્રભગવાનનું ધ્યાન કરતા શંકરને પણ પિતાના હૃદયમાં બહુ માનવા લાગે. પછી સર્વને આનંદદાયક
અતિ અભુત તે મંદિરની શોભા તે જેતે હતું, તેવામાં ત્યાં દીવ્ય કાવ્યથી લખેલી એક પ્રશસ્તિ કુમારપાલની નજરે પડીકે તરત તે વાંચીને તેમાં શ્રીવિક્રમરાજાનું નામ લખેલું તેની આગળ શ્રી સિદ્ધસેન દિવાકરે એક આર્યા લખેલી હતી તે પણ તેણે વાંચી. તેને ભાવાર્થ એ હતો કે, હેવિક્રમનરેંદ્ર? વિ. સં. ૧૧૯ પૂર્ણ થવાથી હારા સરખો સમૃદ્ધિવાળે કુમારપાલરાજા થશે. એ પ્રમાણે આયો–કને ભાવાર્થ પોતાના મનમાં વિચારી તેને નિશ્ચય થયો કે હું રાજ્યપાલક થઈશ. તેમજ જૈનમુનિઓમાં જ્ઞાનને પ્રભાવ બહુ રહેલે છે એમ વિશાળ બુદ્ધિમાન તે માનવા લાગ્યો. - બેસરી, સજજન અને પિતાના કુટુંબને સાથે લઈ કુમારપાળ
ત્યાંથી નીકળીને ચિત્રકૂટગિરિ પર ગયે. ત્યાં ચિત્રકૂટગમન. શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં શ્રીરામ
નામે મુનિ રહેલા હતા, તેમને વંદન કરી કુમારપાલે પૂછયું, મુનીંદ્ર? આ પર્વતને ચિત્રકૂટ શાથી કહેવામાં આવે છે? મુનિ બોલ્યા, અહીંથી ત્રણ કેશ ઉપર સ્વર્ગપુરી સમાન ઋદ્ધિશાલી મધ્યમાં નામે નગરી છે, તેમાં ત્રણે લોકના ચિત્તને પોતાના પવિત્ર ચરિત્રેવડે ચકિત કરતો અને પૃથ્વીને વિષે ઇદ્ર સમાન ચિત્રાંગદ નામે રાજા હતા. તે હંમેશાં અનેક શત્રુઓને અસત્ એવા એક ભયનું પ્રદાન કરતા હતા, જેથી દાનવીર પુરૂષ પણ પિતાના હૃદયમાં વિસ્મય પામતા હતા. સુમતિ નામે સત્યવાદી તેને મંત્રી હતા, જેની બુદ્ધિ રાજ સંપત્તિરૂપ વેલીને પલ્લવિત કરવામાં મેઘ સમાન વર્તતી હતી.
૧૧
For Private And Personal Use Only