________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨)
શ્રીકુમારપાળચરિત્ર. એકદિવસ દેવસભામાં સુરેંદ્ર જેમ ચિત્રાંગદરાજા સભામાં બેઠે
ન હતું, તેવામાં દર્શનની ઇચ્છાથી ભૂતાનંદ ભૂતાનંદગી.
નામે એક ચગી ત્યાં આવ્યું. સુંદર સ્વાદિષ્ટ કેટલાંક ફળ રાજા આગળ મૂકી તેની સાથે કંઈક વાર્તાલાપ કરી ક્ષણમાત્ર વિનેદ કરી તે ચાલ્યો ગયે. બીજે દિવસે પણ તે કેટલાંક બીજાં ફળ લઈ પૂર્વની માફક ત્યાં આવ્યું અને સુખ વાર્તામાં કેટલોક સમય વ્યતીત કરી પુન: પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. એવીરીતે નિત્ય નવનવા ફલવડે તે યોગીએ દેવની માફક રાજાની છમાસ સુધી સેવા કરી, પરંતુ કંઈપણ કાર્ય તેણે જણાવ્યું નહીં. પછી ચિત્રાંગદરાજા તેની ઉપર પ્રસન્ન થયા અને તેણે પૂછયું,
ગિન? તું શા માટે હારી ભક્તિ કરે છે? જે કંઈ કાર્ય હાય તે તું સુખેથી કહે. એકાંતમાં યોગીએ રાજાને કહ્યું કે, સુવર્ણ પુરૂષ સિદ્ધ કરનાર મંત્ર ગુરૂ પાસેથી મહાકષ્ટ વડે મ મેળવેલ છે. તેની પૂર્વ સેવા છમાસ સુધી વિધિ પ્રમાણે હે કરી છે, હવે તમ્હારી સહાયથી ઉત્તર ક્રિયા કરવાની હારી ઈચ્છા છે. અને તે કિયા કાળીચદશની રાત્રીએ શમશાનભૂમિમાં અગ્નિની અંદર હેમ કરવાથી સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતી નથી. નરેંદ્ર ? હાલમાં સત્ત્વ, ઉપકાર, દાક્ષિણ્ય અને શોર્ય વિગેરે ગુણશાલી પુરૂષોમાં આપ મુખ્ય છે, માટે આપની હું પ્રાર્થના કરું છું, કૃપા કરી ને તમે ઉત્તર સાધક થાઓ તે આપની સહાયથી
હાર મંત્ર સિદ્ધ થાય, ચિત્રાંગદરાજાએ અતિ દાક્ષિણ્યતાને લીધે તેનું વચન કબુલ કર્યું. કારણ કે “પોપકાર કરવામાં મહામાઓ વ્યસની હોય છે.” તે વાત પિતાની બુદ્ધિથી મંત્રીના જાણવામાં આવી, તેના મનમાં શંકા થઈ કે, રાજા બહુ ભયમાં આવી જશે એમ જાણી તેણે રાજાને એકાંતમાં લાવી કહ્યું કે, પ્રભે? દેવની માફક આપ પોતે સર્વ જાણે છે, તોપણ
For Private And Personal Use Only