________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪)
શ્રી કુમારપાળચરિત્ર. લાકડાં નાંખી પિતાને બાળવા માટે જેમ તેણે અગ્નિ સળગાવ્યું. તે સમયે અગ્નિ સાતછલ્લાથી પ્રસિદ્ધ છે છતાં પણ સેંકડે
વાલારૂપ છઠ્ઠાઓથી વ્યાકુલ થઈ ભૂતાનંદને ભક્ષણ કરવામાં ઉત્સુક થયો હોય તેમ બહુ વાલાઓ કેવા લાગે. પછી તે
ગીએ રક્ત ચંદન, પુષ્પ અને અક્ષતાદિ વડે તે મંડલની પૂજા કરી. ધ્યાનમાં એકતાન થઈ મંત્ર સ્મરણનો પ્રારંભ કર્યો, રાજા પણ હાથમાં તરવાર લઈ મૂર્તિમાન પરાક્રમ હેય ને શું ? તેમ નિયચિત્ત યોગીની રક્ષા કરવા તૈયાર થઈ ઉભે રહ્યો. તેની પાછળ મહાન બુદ્ધિમાન તેને મંત્રી પણ ગુપ્તપણે ઉભે રહ્યો અને તે દુષ્ટ લેગીનું કર્તવ્ય જેવા લાગે, યોગીએ પ્રથમ મંત્રનો જાપ કર્યો, પછી વિધિ પ્રમાણે અગ્નિકુંડમાં હેમ કર્યો, ત્યારબાદ તેણે અગ્નિકુંડની ત્રણ પ્રદક્ષિણા કરી. પછી તે અગ્નિકુંડમાં ફેંકવાની ઈચ્છાથી દુષ્ટયેગીએ રાજાને કહ્યું. નરેંદ્ર? તું પણ આ અગ્નિકુંડની ત્રણ પ્રદક્ષિણાઓ કર, જેથી મારી માફક કેઈક સિદ્ધિ હારા પણ હાથમાં આવે. અને સારા ઉદ્યોગની માફક હારા આ પ્રયાસ પણ સફલ થાય. એ પ્રમાણે તેના વચનથી શત્રુ સમાન તેની દુષ્ટતા જાણું અને મંત્રીની હિતશિક્ષા સ્મરણ કરી રાજાએ કહ્યું, હે યોગિન્ ? આ સિદ્ધિ માત્ર ત્યને જ પ્રાપ્ત થાય એટલે બસ છે, મહારે એનું કંઈપણ પ્રજન નથી. ત્યારે મને રથ સિદ્ધ થવાથી હારે પ્રયાસ હું સફલ માનું છું, તે સાંભળી યોગીનાં નેત્ર લાલ થઈ ગયાં અને તે રોષથી બોલ્ય, અરે અધમ? મ્હારૂં વચન કેમ માનતા નથી? હાલ જ ન્હને યમ રાજાને અતિથિ કરૂં છું, એ પ્રમાણે બેલતા તે મેગીને જ સુમતિ મંત્રીએ કાષ્ટના ટુકડાની માફક ઉપાડીને અગ્નિકુંડમાં ફેંકી દીધો. તેમાં પડે કે તરત જ તે બળીને ભસ્મ થઈ ગયે અને એકદમ તે સુવર્ણપુરૂષ થઈ ગયે. અહ?
For Private And Personal Use Only