________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી કુમારપાળચરિત્ર. સ્ત્રીએ દયાવડે માર્ગમાં ત્રણ દિવસના ભુખ્યાકુમારપાલને જોઈ પોતાના ગાડામાં બેસારી બહુ આદરથી જોજન કરાવ્યું હતું તે દેવશ્રીને પોતાની બેન માની લીધી અને તેની પાસે ભૂપતિએ તિલક કરાવ્યું, પછી તેને એક ગામ આપ્યું. “સપુરૂનું વચન કેઈ કાળે અસત્ય થતું નથી. તેમજ સજજન કુંભારે પિતાના ઈટવાડાની અંદર કુમારપાલને ગોપની રક્ષા કરી હતી તેને ચિત્રકુટ પર્વત પર સામંત પદવી આપી, માર્ગમાં પોતાની સાથે રહીને જેણે સેંકડો કષ્ટ સહન કર્યા હતાં તે બેસવી નામે પિતાના મિત્રને લાટદેશ આપે. અને વિશેષમાં તેણે જણાવ્યું કે સજજન ? ઉજાગરેથી પીડાયેલાં હારાં માબાપ જે વચન બોલ્યાં હતાં તે સત્ય થયું એ પ્રમાણે હારાં માતાપિતાને તું જરૂર કહેજે ભૂલીશ નહીં. ઉપકાર બુદ્ધિએ જેણે ચણ આપ્યા હતા તે કક-કડવા શેઠને વટપદ્રક (વડેદરા) આપ્યું, ઉપકારી માણસને કેરું સત્કાર ન કરે ? “દરેક વ્રતની અંદર ઉપકારવ્રત એ મુખ્ય વ્રત છે, કારણકે જેઉપકાર આલોકમાં પણ તત્કાળ સુંદર ફળ આપે છે. નીચ માણસને પણ કરેલે ઉપકાર ફલદાયક થાય છે, તે મહાન કૃતજ્ઞપુરૂષોને તે ફળદાયક થાય તેમાં કહેવું જ શું? એ પ્રમાણે કુમારપાળભૂપતિએ પોતાના જે જે ઉપકારી હતા તે સર્વેને સત્કાર કર્યો, માત્ર ધર્મપ્રાપ્તિના અંતરાયને લીધે શ્રીહેમચંદ્રઆચાર્યનું સ્મરણ થયું નહીં. કર્ણાવતી નગરીમાં શ્રીમાન હેમચંદ્રસૂરિને સમાચાર મલ્યા
કે શ્રી કુમારપાળરાજાને પાટણની રાજગાદી વિદ્યુતપાત. મળી, બાદ સૂરીશ્વરે ધર્મિષ્ટ સજજનેને આ
વાત જણાવી, જેથી તેઓ બહુ ખુશી થયા. વળી પિતે વિચાર કરવા લાગ્યા કે નિમિત્ત જોઈ મહેં હેને રાજ્ય પ્રાપ્તિને સમય કહ્યો હતો, ત્યારે હેણે હારી આગળ કબુલ
For Private And Personal Use Only