________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતીયસર્ગ.
(૧૭) કર્યું છે કે રાજ્યમળવાથી હું જૈનધર્મની બહુ ભક્તિ કરીશ. માટે તે વાર્તા હેને યાદ છે કે ભૂલી ગયે? હેને તપાસ કરે જોઈએ; એમ ધારી રાજહંસ માનસરોવર પ્રત્યે જેમ સૂરીશ્વરે પાટણ તરફ વિહાર કર્યો. સંઘસહિત ઉદયનમંત્રી સૂરીશ્વરના સ્વામે આવ્યો અને તેણે હેટા ઉત્સવ સાથે નગરના અંદર પ્રવેશ કરાવ્યા, સૂરીશ્વરે એકાંતમાં ઉદયનમંત્રીને પૂછ્યું, શ્રીકુમારપાળરાજા હાલમાં રાજવૈભવની ધમાલમાં ને સંભારે છે કે નહીં? ઉદયનમંત્રી બોલ્યા, રાજાની ઉદારતા બહુ અદ્ભુત છે, પિતાના બંધુઓની માફક સર્વઉપકારી જનેનો તેણે સારી રીતે સતકાર કર્યો છે, માત્ર આપનું મરણ થયું નથી. સૂરીશ્વરે મંત્રીને કહ્યું, આજે એકાંતમાં રાજાને ત્યારે કહેવું કે, આજ રાત્રીએ નવીન રાણીના મહેલમાં તહારે સુવું નહીં. તે સાંભળી રાજાને ચમત્કાર થશે અને જે તે પૂછે કે, આ વાત લ્હને કણે કહી ? એ પ્રમાણે બહુ આગ્રહથી પુછે તે હારૂં નામ તેમની આગળ ત્યારે જાહેર કરવું. ઉદયનમંત્રી આ પ્રમાણે સૂરીશ્વરનું વચન સ્વીકારી રાજા પાસે ગયો, આ સર્વ હકીકત નિવેદન કરી. રાજાએ પણ તે પ્રમાણે સ્વીકાર કર્યો. રાત્રીનો સમય થયો, નવીન મહેલની ઉપર વિજળી પડી, જેથી નવીન રાણી બળી ગઈ, તે સાંભળી રાજાને ઘણે ચમત્કાર થયા, પ્રભાત કાળમાં રાજાએ મંત્રીને પૂછયું. આ ચમત્કારી વાત લ્હને કણે કહી હતી? તે જ્ઞાની મહાત્મા હારા જીવનદાતા છે. આ બાબત મેહને ન સૂચવી હોત તો હું પણ જરૂર બળી જાત. માટે એ મહાત્મા કોણ છે? તે તું જલદી કહે, મંત્રી બલ્ય, રાજન? આ સમય તે વાત કહેવાને નથી, કારણ કે રાજ્યલીલાને લીધે તે વાત સાંભળવાની બીલકુલ આપને ફરસદ નથી. રાજાએ બહુ આદરપૂર્વક કહ્યું, મંત્રીશ્વર? તું એમ કેમ બેલે છે ?
For Private And Personal Use Only