________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
( ૧૭૩)
સમયે ઉપકાર કરેલો તેના પ્રત્યુપકારમાં તેને મુખ્યમંત્રી કર્યો, અને મહા પ્રભાવિક તેના પુત્ર વાભટ્ટને અમાત્યપદ આપ્યું. તેમજ પોતાના જ્ઞાતિમાન્ય જેઓ સત્કાર કરવા લાયક હતા તેમને ચેપગ્ય અધિકાર આપ્યા. કારણકે અસ્પૃદયનું આ મુખ્ય ફલ છે. વળીपुरजनपदग्रामत्राणं भटब्रजसंग्रहः,
कुनयदलनं नीतेर्वृद्धिस्तुलार्थमिति स्थितिः । प्रतिषु समता चैत्येष्वर्चा सतामतिगौरवं;
प्रशमनविधिं नव्ये राज्ये व्यधादिति स प्रभुः ॥ १ ॥ “નવીન રાજ્યમાં શાંતિ ફેલાય એટલા માટે પુર, નગર, દેશ અને ગ્રામ વિગેરેની રક્ષા, ઉભટ સુભટનો સંગ્રહ, ખરાબ નીતિનો વિનાશ, સુનીતિની વૃદ્ધિ, તલની ચોગ્ય સ્થિતિ, વૃતધારીઓને વિષે સમતા, મંદિરમાં પૂજા અને સજજનેને સત્કાર એ પ્રમાણે શ્રીકુમારપાલ ભૂપતિએ વ્યવસ્થા કરી.”હવે રાજાની આગળ હિલચાલકરતા નવીન અમાત્ય મંડલને જોઈ પ્રથમના જુના મંત્રીઓ કે પાયમાન થયા, કારણકે દરેક લોકો પોતાની જાતિને સહન કરતા નથી. તે પ્રાચીન મંત્રીઓ એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. આ રાજાની નીતિ કોઈ વિચિત્ર છે, રાજ્ય ધુરંધર આપણે છીએ છતાં આપણે ત્યાગ કરી એણે નવીન અમાત્યને અગ્રણી કર્યા. અથવા આ જાલ્મ-ફૂરને એક શિરોમણિ રાજ્યતંત્રમાં શું સમજે.? કારણકે “દુધ અને પાણીના વિવેકમાં બગલાની હોંશિયારી નજ હોય.” વળી સ્વામીને અનુસરીને ભૂત્યવર્ગ પણ આચરણ કરે છે. કારણકે મૂર્ખના શિરોમણિ આ રાજાએ પોતે મંત્રીઓ પણ મૂખ શેધી કાઢ્યા છે. જડ પુરૂષ અભ્યદય પામીને ઉજ્વલ
For Private And Personal Use Only