________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૬)
શ્રીકુમારપાળચરિત્ર. સ્વર્ણ પુરૂષની પૂજા કરી પોતાના ભંડારમાં સુવર્ણરાશિની માફક તેને સ્થાપન કર્યો. સાક્ષાત્ સિદ્ધરસથી જેમ તે સ્વર્ણ પુરૂષથી હંમેશાં પુષ્કળ સુવર્ણ મળવા લાગ્યું, જેથી ચિત્રાંગદરાજાએ સ્વર્ગ સમાન રાજ્ય પદ્ધતિ ચલાવી. ખજાનાઓ સુવર્ણ રાશિથી ભરાઈ ગયા, જેમની રક્ષા માટે એક મોટા કિલ્લાની જરૂર પડી. તેની તપાસ માટે રાજા પોતે ફરવા લાગ્યા, ફરતાં ફરતાં ચિત્રગિરિની પાસે કુટ નામે આ પર્વત તેની ધ્યાનમાં આવ્ય, મેરૂ સમાન ઉન્નત એવા આ પર્વત પર અતિ દુલ્હા-અજેય કિલ્લે બંધાવવાને તેણે બહુશ્રમથી પ્રારંભ કર્યો. દિવસે એટલે તૈયાર કરવામાં આવે છે તેટલે કિલે રાત્રી
એ મૂલમાંથી પડી જાય છે. એમ કરતાં છ ફૂટસુર.
માસ ચાલ્યા ગયા. તે પણ ભૂપતિ પિતાના
કાર્યથી અટકતો નથી, પછી તે કૂટગિરિને અધિષ્ઠાયક ફૂટ નામે સુર–દેવતા પ્રગટ થઈ બોલ્ય, રાજની શા માટે તું દુઃખી થાય છે? અહીંયાં કિલો કરવા માટે કેઈપણ શકિતમાન નથી. ચિત્રાંગદ , આ પ્રારંભેલું કાર્ય પ્રાણતમાં પણ હું છોડવાનો નથી. દેવ બલ્ય, જે ત્યારે એ જ નિશ્ચય હોય તે ચિત્રગિરિ ઉપર તું કિલ્લાની ગોઠવણ કર. અને
એ કિલો મ્હારા નામથી પ્રસિદ્ધ કરે, જેથી હંમેશાં હું એની રક્ષા કરીશ. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું, દેવ બહુ ખુશી થયે અને પોતાના સ્થાનમાં તે ચાલ્યા ગયે. તે કિલ્લો એટલો બધો ઉ લીધે કે આકાશને અડકવા લાગે, પછી ચિત્રાંગદરાજાએ ચિત્રકૂટ એવું તેનું નામ પ્રસિદ્ધ કર્યું. જેથી તે મેરૂ સમાન ' વિખ્યાત થયે. તેની અંદર રાજાએ અતિ મને હર પ્રાસાદ, સરે વર અને બગીચાઓ તૈયાર કરાવ્યા, તેમજ પોતાની રાજધાની પણ ત્યાં લઈ ગયે, તે સમયે ત્યાં ચાદસો કેટી ધ્વજાવાસ હતા, વળી
For Private And Personal Use Only