________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૬૯) आरोहत्यचलेश्वरं किमु सिशुः ? पोतोज्झितः किंतर
त्यम्भोधिं ? किमु कातरः सरभसं संग्राममाक्रामति । शक्येष्वेव तनोति वस्तुषु जनः प्रायः स्वकीयश्रम, तदुर्गग्रहणग्रहे अहिलतां त्वं शंभलीश ! त्यज ॥ १ ॥
બાલક શું મેરૂ પર્વત પર ચઢી શકે ખરા? વહાણ વિના મનુષ્ય સમુદ્ર તરી શકે? કાયર માણસ રણસંગ્રામમાં ઉતરવાનું સાહસ કરે ખરો ? પ્રાચે માણસ માત્ર એગ્ય કાર્યમાં જ પ્રયત્નશીલ થાય છે માટે હે શંભલીશ? તું સમજીને આ કિલ્લે ગ્રહણ કરવાનો આગ્રહ છેડી દે,” એ પ્રમાણે વેશ્યાના માર્મિક વચનવડે અંકુશના પ્રહારથી હસ્તી જેમ તે રાજા હૃદયમાં ખેદ પામી વિલક્ષ થઈ ગયે. પછી તેણે બહુ ધન આપી વેશ્યાને પોતાની તરફ મેળવી લીધી. બાદ તેણીએ આત્મ હિત મિત્રની માફક એકાંત સ્થલમાં જઈને દુર્ગ ગ્રહણ કરવાનો ઉપાય બતાવ્યું. ચિત્રાંગદરાજાને એવો નિયમ છે કે હંમેશાં દરેક દરવાજાએ ખુલ્લા કરી ભેજનાથી પ્રાણીઓને જમાડી યુધિષ્ઠિર રાજાની માફક પોતે જમે છે. જ્યારે હું ગવાક્ષમાં બેસી રહારો કેશપાશ છુટ મૂકે ત્યારે ત્યારે જાણવું કે દરવાજાઓ ઉઘડ્યા છે, તે સમયે તરતજ ત્યારે અંદર પ્રવેશ કરે એ પ્રમાણે વેશ્યાએ બતાવેલા ઉપાયથી શંભલીશરાજાએ દરિદ્રીના ઘરમાં જેમ ચિત્રકૂટની અંદર ઉદ્ધત સૈનિકે સાથે પ્રવેશ કર્યો. શક સમાન પરાક્રમી ચિત્રાંગદરાજા શત્રુ સાથે યુદ્ધ કરવા તૈયાર થયે અને તેણે બાણેની વૃષ્ટિથી મોટું યુદ્ધ કર્યું. આખરે દુર્વાર એવી શત્રુ બાણેની વૃષ્ટિ વડે વ્યાકુલ થયેલે ચિત્રાંગદ અશકત બની વરસાદના કરાઓ વડે સાંઢ જેમ પલાયન થયે. બાદ પોતાના ખજાનામાંથી સુવર્ણપુરૂષને લઈ તેણે સજલ ફૂપમાં પાપાત
For Private And Personal Use Only