________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતીયસર્ગ.
(૧૬૫) મંત્રનો મહિમા બહુ અદ્દભુત હોય છે, અહી ? દેવગતિ બલવાન છે, એગીએ રાજા પર જે વિચાર ધાર્યો હતો તે પોતાને જ માટે થઈ પડે. અથવા “જે માણસ પરનું અહિત ચિંતવે છે તે પિતાનું જ અહિત કરે છે” એ વાત સત્ય છે. અગ્નિકુંડની અંદર સ્વર્ણ પુરૂષને જોઈ ચિત્રાંગદરાજા બહુ
- વિસ્મય પામ્યું અને મંત્રીને કહેવા લાગ્યા, સ્વર્ણ પુરૂષ. અહે? હારૂં દીર્ઘદશિપણું? હારા બુદ્ધિ
વૈભવને ધન્ય છે, અહે? હારી સ્વામીભક્તિ? અહે? હારી સાવધાનતા તેમજ હે મંત્રી? પુણ્યની માફક તું
મ્હારી સાથે અહીં ન આવ્યો હોત તે આ યોગી અગ્નિકુંડમાં હવ્યની માફક હુને ફેંકી દેત. એ પ્રમાણે રાજાની સ્તુતિથી ઋણ થયેલે મંત્રી બોલ્યા, હે દેવ? પુણ્યબળને લીધે આપ સર્વત્ર કુશલપણે વર્તે છે, જેમકે– अरिमित्रं वादिः, स्थलमनलकीलाम्बुलहरी,
तमस्तेजोऽरण्यं, नगरमुरगो दाम भवति । रणः क्रीडास्थानं, विषममृतमस्त्रं सरसिज,
विपत्तिः संपत्तिः, स्फुरति सुलते प्राग्भवकृते ॥ १ ॥
પૂર્વભવમાં કરેલા સુકૃતના બલથી શત્રુ મિત્રસમાન, સમુદ્ર ભૂમિસમાન, અગ્નિજ્વાલા પાણીનો લહેર સમાન, અંધકાર તેજ સમાન, જંગલ નગર સમાન, સર્ષ પુષ્પમાલા સમાન, રણસંગ્રામ કીડાસ્થાન, વિષ અમૃતસમાન, શસ્ત્ર પુષ્પ સમાન અને વિપત્તિ સંપત્તિ સમાન થાય છે.” મહાન પરાક્રમી રાજાએ કુંડમાંથી સ્વર્ણપુરૂષને બહાર કાઢી અને મંત્રી સહિત રાજાએ તે રાત્રી ત્યાંજ વ્યતીત કરી, પ્રભાતકાલ થયો એટલે તેઓ બંને જણ સ્વર્ણ પુરૂષને લઈ પોતાના સ્થાનમાં આવ્યા, પછી ભૂપતિએ
For Private And Personal Use Only