________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
અને કુમારપાલના સુગ ંધમય આતિથ્યને વિસ્તારતા સાવરને વાયુ ચારના જાણકારની માફ્ક આચરણ કરવા લાગ્યા. તેજ રાત્રીએ પ્રતાપસિંહનામે કાલ અરાજાને સામેશ્વરનામે દેવે સ્વપ્નમાં કહ્યું કે પ્રભાતકાલમાં અહીં ત્હારા ઉપવનમાં કુમારપાલ આવશે. અને પરાક્રમના આશ્રય સમાન તે ગુજ રદેશના રાજા થવાના છે. માટે વ્હારે તેના સ્હામું જવું અને વિનયપૂર્વક પ્રવેશ મહેાત્સવ કરી એની બહુ ભક્તિ કરવી. પ્રભાતમાં ચક્રવર્તીની માફક બહુ સૈનિકે લઇ પ્રતાપસિહુરાજા તેની સન્મુખ ગયા અને સરાવરના કિનારે બેઠેલા કુમારપાલને તેણે જોયેા. સ્વચ્છ બુદ્ધિવાળા તે રાજા પોતાના જ્યેષ્ઠ બંધુની માફક કુમારપાલને બહુ માનપૂર્વક પોતાના ઘેર લઇ ગયા. અનન્ય સેવા ભક્તિથી તેને ખુશી કર્યો. ખાદ બહુ આન ંદથી ત્યાં રહેતા કુમારપાલે રાજાને પૂછ્યુ, મ્હારા આવા અપૂર્વ સત્કાર તમ્હે શામાટે કર્યો? રાજાએ કહ્યું, સેામેશ્વરદેવની આજ્ઞાથી મ્હે આપની ભક્તિ કરી. દેવના સત્કારવડે કુમારપાલ પેાતાને અહુ પુણ્યશાળી માનવા લાગ્યા. પ્રતાપસિંહનરેશના બહુ માનવડે કુમારપાલ ત્યાં કેટલાક દિવસ રહ્યો. અને તેની સાથે તેણે મિત્રતાને સંબંધ જોડ્યો. સજ્જનનુ આ મુખ્ય કર્ત્તવ્ય છે. પછી કુમારપાલ તેની આજ્ઞા લઇ વક્રગતિ પામેલા ગ્રહની માફ્ક ત્યાંથી પાછા ફર્યા અને શિપ્રા નદી જેના નજીકમાં રહેલી છે એવી ઉજિયની નગરીમાં આવ્યા. વિરહાનલથી અત્યંત તપીગયેલા હૃદયને પેાતાના કુટ્ટુ ખના સમાગમ રૂપ જલસિંચનથી તેણે શાંત કર્યું, પછી સ્વર્ગ સમાન રૂઢિવાળી તે નગરીનું અવલેાકન કરતે કુમારપાલ કુંડગેશ્વર નામે દિવ્ય પ્રાસાદમાં ગયા. ત્યાં મધ્ય ભાગમાંથી નીકળેલી પાર્શ્વનાથ ભગવાનની મૂર્ત્તિ સમધી ભુજંગની ફાવડે ઉન્નત એવું શંકરનુ લિંગ જોઇ કુમારપાલને બહુ આન ંદ થયા, પ્રેમપૂર્વક તેણે નમસ્કાર કર્યાં, લિંગની અંદર રહેલી પાર્શ્વનાથ ભગવાનની મૂત્તિનાં
For Private And Personal Use Only