________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૧ ) સુરિકાદિકવડે કકડા કરીને અસ્થિ સહિત માંસના ટુકડાઓને વારંવાર સ્વાદ લે છે. કેટલાકને છાયા માટે અસિપત્રના વનમાં લઈ જાય છે. તેમની ઉપર પડતાં આ વિગેરે શસ્ત્રોવડે કેટલાકના હાથ, પગ, કાન, નાક અને એક કપાઈ જાય છે. અત્યંત ઉષ્ણુ રેતીમાં ચાલતા કેટલાક પ્રાણીઓ ધાણુની માફક સેકાઈ જાય છે. તેમજ તેમના હાડકાઓના તડતડ અવાજ થાય છે. ચરબી અને કહેલા કેશ, અસ્થિ તથા રૂધિરથી ભરેલી વેતરણ નદીમાં કેટલાકને ડુબાવે છે, કેટલાકને તપાવેલા સીસાના પ્રવાહમાં અનેક પ્રકારે ફેરવે છે, કેટલાકને ઉકાળેલાં તેલ, તાંબુ અને સીસાનું પાન કરાવે છે, કેટલાકના ઓષ્ઠ પલ્લવને વજસમાન સોયાવડે સીવી લે છે, કેટલાકને સાક્ષાત્ અગ્નિની ધગધગતી પુતલીઓ સાથે વારંવાર બઝાડે છે, કેટલાકને વજ કંટકની શય્યાઓમાં બલાત્કારે સુવાડે છે, કેટલાકને ઉંચાં મુખ અને નીચા પગે પશુની માફકટંગવે છે, પછી નીચે અગ્નિ સળગાવી તેમને શેકીને દરેકનાં અંગોપાંગ છેદે છે, કેટલાકને પાપડના પીઠાની માફકમુષ્ટિના આઘાતથી કુટે છે, તેમજ કેટલાકને તીક્ષણઅગ્રવાળાં કરવતથી કારની માફક ફાડી નાખે છે, લેઢાના લકુટેવડે જીર્ણપાત્રની માફક કેટલાકને ફેડી નાંખે છે, મોટા પાષાણ ઉપર બેબી વસ્ત્રને જેમ કેટલાકને પછાડે છે. આ પ્રાણું મારા પૂર્વ જન્મને વેરી છે એવા વિચારથી બહુ દેધ વડે પરસ્પર સેંકડે શસ્ત્રોના પ્રહારોથી કેટલાકને બહુ પીડે છે, બહુ વ્યથાને લીધે પવનથી ઉછાળેલા પત્રની માફક પચ્ચીશ પેજને ઉંચે જઈને પુનઃ તેઓ નીચે પડે છે, એવી રીતે સાતે નરક ભૂમિકાઓમાં શસ્ત્ર વિના પણ ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી પીડાઓ પરસ્પર ભેગવે છે, પાંચ ભૂમિકાઓમાં શસ્ત્ર જન્ય અને ત્રણમાં દેવતાઓએ કરેલી પીડા હોય છે.
For Private And Personal Use Only