________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૫૫) ગયે, ત્યાં લેકે દેવની માફક એક મસ્તકની પૂજા કરતા હતા તે જોઈ કુમારપાળે પૂજા કરતા એક માણસને પુછયું, એહીંયાં આ દેવમૂત્તિઓને ત્યાગ કરી તમે આ મસ્તકને શામાટે પૂજે છે? પૂજક બોલ્યા, હે દેવ? એની હકીકત આપ સાંભળે, પૂર્વકાળમાં જેના જયથી ભય પામેલી અમરાવતી સ્વર્ગલોકમાં ગઈ હોય તેવી આ કાંચીપુરી છે. રૂપમાં કામદેવ સમાન મકરધ્વજનામે રાજા અહીં રાજ્ય કરે છે. સન્માનપૂર્વક દાનથી જે નરેંદ્ર મુનિઓને પણ માનવાલાયક છે એ હેટું આશ્ચર્ય છે. વળી જેના ખડગ્રરૂપી મેઘ વર્ષે છતે હંસની માફક ભયબ્રાન્ત થઈ શત્રુઓ દરેક દિશાએમાં નાસી ગયા, તે મકરધ્વજરાજાએ કેતુકથી આ હેટું સરોવર બંધાવ્યું છે. જેની શોભા અને પાણી જોતાં માનસરોવર પણ ભૂલી જવાય તેમ છે. એક દિવસ આ સરોવરમાં કમલની મધ્યમાંથી સુંદર
કુંડલોથી સુશોભિત એક મસ્તક બહાર નીકળી શિરમજન. “બુડે છે, બુડે છે, બુડે છે.” એમ ત્રણવાર
બેલી જળની અંદર બુડી ગયું. એવી રીતે હંમેશાં કહીને તે નિમજજન કરતું હતું, તે વાત રાજાના સાંભ ળવામાં આવી, એટલે મકરધ્વજ રાજા પણ પિતે ત્યાં જોવા માટે આવ્યું. તે જોઈ રાજાના મનમાં વિચાર થયે કે આ બનાવ અમંગલિક છે. એમ જાણું તેના મનમાં કંઈક ભીતિ લાગી, તેથી તેણે પિતાના શ્રેષ્ઠપંડિતને બોલાવ્યા અને પૂછ્યું કે સરોવરની અંદર તે મસ્તક ત્રણવાર બોલીને ચાલ્યું જાય છે તેનું તાત્પર્ય શું છે? તે સ્પષ્ટ રીતે મને સમજાવે. સિદ્ધાંતસાગરના પાર ગામી બ્રાહ્મણે પણ જડપુરૂષની માફક તેનું તત્વ કંઈ પણ જાણું શક્યા નહીં, તેથી રાજાને બહુ ક્રોધ થયે અને તેણે કહ્યું કે, રે મૂખાઓ? લાકડાની તરવારથી હારું ધન તમે ખાઓ છે પરંતુ
For Private And Personal Use Only