________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪ )
શ્રીકુમારપાળચરિત્ર. આવ્યું, કેતુક સાંભળવાની ઈચ્છાથી તે પણ ત્યાં ગયે. શત્રુએ. મસ્તક ઉડાવી દીધેલું એવું કોઈક પુરૂષનું ધડ ત્યાં પડેલું હતું તે જોઈ પનીહારીઓ પરસ્પર બેલતી હતી, અહો ! એને કેશકલાપ કે સુંદર અને લાંબા દેખાય છે? અહો ! એના કાન કેવા દીર્ઘ છે? અહે! એની દાઢી બહુ ગાઢ છે? અહે! મુકતાવલિ સમાન દેદીપ્યમાન દાંતની પંક્તિ અભુત શોભે છે? અહે ! હંમેશાં પાનખાવામાં આ પુરૂષ બહુ વ્યસની છે. એ પ્રમાણે તે સ્ત્રીઓનું બોલવું સાંભળી કુમારપાલ ચકિત થઈ ગયે અને વિચાર કરવા લાગ્યું કે આ પુરૂષનું મસ્તક નથી, છતાં આ સ્ત્રીઓ કેશકલાપાદિકની સ્થિતિ કેવી રીતે જાણે છે? એમ વિચાર કરી તેણે સ્ત્રીઓને પૂછયું, એના મસ્તક વિના તમે એનું વર્ણન શા ઉપરથી કરે છે ? હાસ્ય કરી સ્ત્રીઓ બેલી, હે સુભગ ૧ વસ્તુનું નિરીક્ષણ કરીને મૂર્ખાઓ પણ બેલે છે, પરંતુ બુદ્ધિમાન તે તેઓ જ ગણાય કે જેઓ જોયા વિના પણ વર્ણન કરે, જે આ ધડના પૃષ્ઠ ભાગપર ચેટલાને ઘસારે પડે છે તે પરથી એને કેશપાશ લાંબે હે જોઈએ. કુંડલેનાં ચિન્હ એના સ્કંધપર પડેલાં છે તેથી તેના કાન લાંબા હોવા જોઈએ. નાભિ સુધી એના હૃદયને ભાગ ઉજવલ દેખાય છે તેથી દાઢીના વાળ બહુ લાંબા હશે. તેમજ ટચલી આંગલીને પ્રાંત ભાગ લાલ છે અને અંગુઠો ચુનાથી ધોળે દેખાય છે તે પરથી તાંબુલ ખાવાને એને વધારે અભ્યાસ હશે એ પ્રમાણે એના ચિન્હ ઉપરથી તે વાત સાબીત થાય છે. એમાં સ્ત્રીઓની બુદ્ધિવડે કુમારપાલ બહુ ખુશી થયા અને ત્યાંથી આગળ ચાલ્યો. આગળ જતાં અમૃતસાગર નામે એક તળાવ આવ્યું
જેની મનોહર પાળ ઉપર ગાઢવૃક્ષણિશોભતી અમૃતસાગર. હતી, કુમારપાળે અંદર ઉતરી સ્નાન કર્યું,
પછી તેના કાંઠા પર રહેલા ભવ્ય મંદિરમાં તે
For Private And Personal Use Only