________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11 અથવૃત્તીય સર્નઃ ॥
શ્રીસિદ્ધરાજભૂપતિ રાજ્યચલાવતા હતા, તેનાં ઘણાં વર્ષ દિવસેાની માફક સુખમાંને સુખમાં ચાલ્યાં ગયાં. પુત્રચિંતા. પર ંતુ ગૃહસ્થધમ રૂપી વૃક્ષના ફૂલ સમાન પ્રજા થઇ નહીં, તેથી શલ્યવર્ડ વીંધાયેલાનીમાફક તે અહુ દુ:ખી થયા. અને વિચાર કરવા લાગ્યા કે મ્હારૂં મસ્તક ધાળુ થયું છે. જેથી વૃદ્ધ અવસ્થાના સંભવ થયા છે, છતાં હાલમાં પણ પુણ્યહીન માણુસ દ્રવ્ય નિધાનને જેમ મ્હે પુત્રસુખ દેખ્યું નહીં, સ` સમૃદ્ધિથી સંપૂર્ણ એવું આ કુળપણુ પુત્રવના જળથી ભરેલું સરોવર કમળ વિના જેમ તેમ શેાલતું નથી. વળી સૂર્ય વિના દિવસ, દાન વિના વૈભવ, મહત્વ વિના ઔચિત્ય, ગારવ વિના સત્કાર, કમલ વિના સરાવર, સમુદ્ધિ વિના મંદિર તેમજ પુત્રવિનાનું કુલ ખરેખર શાભતું નથી. આ સંસારમાં પુત્ર અને વૈભવ એ મને સાર છે. તેમાંથી એક વિનાના માણસનાજન્મ નિષ્ફલ છે. જળના પરપોટા, વિજળીને! પ્રકાશ અને સ ંધ્યા કાળના રંગ જેમ પુત્ર વિના પ્રાણીઓનું કુલ ક્ષણમાત્રમાં નષ્ટ થાય છે. એ મહા ખેદની વાત છે એમ ચિંતાતુર થયેલા રાજાએ પુત્ર માટે નાના પ્રકારના ઘણા ઉપાય કર્યો પણ પુત્ર થયા નહિ. કારણ કે ભાગ્ય વિના સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. સંતાન વિના સિદ્ધરાજ ખિન્ન થઇ ગયા, ત્યારે હને વિચાર થયા કે; હવે તીથૅયાત્રા કરવી એ ચેાગ્ય છે. એમ જાણી પાતાના ગુરૂ શ્રી હેમચંદ્રઆચાર્ય નેસાથે લઇ તે તીર્થોટન કરવા નીકળ્યા. હેમચંદ્રસૂરિને માર્ગમાં પગે ચાલતા જોઇ રાજાએ કહ્યુ, મહારાજ ? આપ શામાટે પગેચાલા છે? આપના
For Private And Personal Use Only