________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૩૫ )
મેકલી તેણે પ્રથમ ત્રિભુવનપાળને સ્વસ્થ કર્યાં. શ્રીકુમારપાળે પિતાની દાહાદિક ક્રિયા કરી, તેના મરણનું કારણ કેટલાક હાંશિયાર રાજવર્ગના પ્રધાનાને એકાંતમાં પૂછ્યું. પેાતાના હિતકારી કોઇક પુરૂષે મરણુનું કારણુ કહ્યું, તેથી મુનીંદ્રની માફક કુમારપાળ ઉદાસીન વૃત્તિથી પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા, રાયસ પત્તિને ધિક્કાર છે, જેના માટે મૂઢ પુરૂષા વીરપુરૂષોના ઉચિત ભાગને હિતકારી ભુજમળવાળા પિતા, ભ્રાતા અને પુત્રાદિકને શત્રુની માક મારી નાખે છે, જેઓ બંધુઓના ઘાત કરી લક્ષ્મીને સ્થિર કરવાની ઇચ્છા કરે છે, તે મૂઢ પુરૂષષ બળતા દાવાગ્નિના યાગથી વેલીને પ્રફુલ્લ કરવા ધારે છે. દરિદ્રતા, ભિક્ષા અને પ્રાણના ત્યાગ થાય તે પણ સારૂં, પરંતુ પેાતાના વંશજોના ઘાતથી ઉત્પન્ન થયેલા પાતકવાળી લક્ષ્મી સારી નહીં, જે રાજ્યથી ગગનાંગણથી જેમ અવશ્ય અધેાપતન થાય છે. જે રાજ્યને વિષે યુદ્ધભૂમિની માફ્ક ડગલે ડગલે મહાન કલેશ રહ્યો છે. સ્ત્રીના મનની માફ્ક રાજ્ય સ્થિર રહેતું નથી, છતાં પણ રાજાએ પેાતાના કુળના નાશ કરીને પણ તે રાજ્ય ભેગવવાની ઇચ્છા કરે છે, કેટલાક પુરૂષ કંઇક કારણને લીધે શત્રુતા કરે છે. પરંતુ દુરાશય આ સિદ્ધરાજતા દેવની માફક વિના કારણે વૈરી થયા છે. મહા દ્વેષી આ રાજા જયાંસુધી હુને ન મારે તેટલામાં કાઇ પણ સ્થળે પરિવારને મૂકીને હું મ્હારા આત્માનું રક્ષણ કરૂં તેા ઠીક. એમ વિચાર કરી કુમારપાળ ગુપ્ત વિચાર માટે પેાતાના બનેવી ક્રૃષ્ણદેવની પાસે ગયા, પોતાના અભિપ્રાય જણાન્યેા. હવે મ્હારે શું કરવું ? એમ પૂચ્છવાથી મહાબુદ્ધિશાળી કૃષ્ણદેવ આલ્યા, મસ્તકપર વક્ર-વાંકા=વિપરીત ચંદ્ર-દૈવના રહેવાથી શ કરે પણ ભિક્ષાંન્નથી ગુજરાન ચલાવ્યુ તેા અન્યની શી વાત ? જ્યાંસુધી દેવની અનુકૂળતા છે, ત્યાંસુધી પોતાના પરિવાર દધિસ્થલીમાં મૂકીને હું શ્રીમન ? તુ દેશાંતર
For Private And Personal Use Only